અકસ્માતની ભીતિ:ગાંધી સ્મૃતિ પાસે અંડરપાસમાં કાદવના થરથી અકસ્માતની ભીતિ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં પાણી ભરાતા કાદવ જમા થયો હતો

જલાલપોરના ગાંધી સ્મૃતિ ઓવરબ્રિજ પાસે અંડરપાસમાં ચોમાસામાં પાણી ભરાઈ જતા તે હાલમાં સુકાઈ જતા કાદવનો થર જામ્યો છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ કાદવના થર જલ્દીથી દૂર થાય તેવી વાહનચાલકો માંગ કરી રહ્યાં છે.

નવસારી ગાંધી સ્મૃતિ ઓવરબ્રિજ પછી હાંસાપોર અને મંદિર ગામ પાસેની ફાટક દૂર કરી દેવામાં આવી છે. જ્યાં નાના વાહનો અને ટુ વ્હિલરની અવર જવર માટે અંડરપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આ અંડરપાસમાં પાણીનો ભરાવો થાય છે.

ગત ચોમાસામાં પણ આ પરિસ્થિતિ નિર્માણ પામી હતી પરંતુ ચોમાસુ પૂર્ણ થયાને લગભગ બે મહિના પૂરા થવા આવ્યા છે પરંતુ પરતાપોરથી મંદિર તરફ જતા અંડરપાસમાં કાદવના થર જામી ગયા છે અને પાણીનો ભરાવો રહે એટલા મોટા ખાડા પડી ગયા છે. જેની આજદિન સુધી કોઈ સફાઈ કે મરામત કરવામાં આવી નથી. બાઇક સવારો કેટલીયવાર ખાડામાં પડે છે.

અન્ય સમાચારો પણ છે...