પુત્ર વિરૂદ્ધ ફરિયાદ:નવસારીમાં બાઇક સ્લીપ થતાં પિતાનું ગંભીર ઇજાને પગલે મૃત્યુ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવી પોલીસ મથકમાં પુત્ર વિરૂદ્ધ ફરિયાદ

નવસારીના રંગૂન નગર વિસ્તારમાં કરીશ્મા ગાર્ડન ખાતે રહેતા રહેના અખ્તર મુસ્તાકભાઇ અહમદ અને તેમના પિતા મુસ્તાકભાઇ નજરૂદ્દીન અહમદ ઉ.વ. 60 ને લઇ તેમની બાઇક નં. જીજે-21-બીએસ-3709 પર બેસી ગણદેવી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ બાઇક સ્લીપ થઇ ગયું હતું. જેને લઇને પિતા અને પુત્ર બંને જણા બાઇક પરથી રોડ પર ફસડાઇ પડ્યા હતા.

આ ઘટનામાં તેઓ બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમિયાન આ ઘટનામાં રેહાનના પિતા મુસ્તાકભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગણદેવીમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે સુરત રીફર કરાયા હતા. જ્યા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે જીસાન અખ્તર મુસ્તાકભાઇ અહમદે ગણદેવી પોલીસ મથકમાં તેમના ભાઇ રેહાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ગણદેવી પોલીસે તેની નોંધ લઇ વધુ તપાસ પીએસઆઇ જી.એસ.પટેલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...