નવસારીના શાંતાદેવી રોડ પર રહેતા પિતા-પુત્ર બોરીયાચ પાસેથી પસાર થતા હતા ત્યારે કારચાલકે ટક્કર મારી પાડી દેતા બન્નેને ઇજા પહોંચી હતી. તે સમયે કારચાલક મહિલાએ સારવારનો ખર્ચ આપવાની હા પાડી હતી ત્યારબાદ સારવારનો ખર્ચ નહીં આપતા તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નવસારીના યોગેશ જયંતિભાઈ દંતાણી (રહે. શાંતાદેવી રોડ, ધરતી એપા.ની બાજુમાં, નવસારી)એ ફરિયાદ આપતા જણાવ્યું કે 5 મે 2022ના રોજ તેઓ તેમના પિતા જયંતિભાઈ દંતાણી સાથે ગણદેવીના ઇચ્છાપોરમાં બાઇક (નં. GJ-21-BJ-6849) ઉપર ગયા હતા અને પરત વેગામ-વગલવાડ થઈ બોરીયાચ ટોલનાકા પાસેથી પસાર થતા હતા.
દરમિયાન કાર (નં. GJ-21-AH-7843)ના મહિલા ચાલકે પોતાની વાહન પૂરઝડપે હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારી હતી. જેને પગલે રોડ પર ફંગોળાતા યોગેશ અને જયંતિભાઈને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
નવસારીની મહિલા કારચાલકે ઈજાગ્રસ્તોના સારવારનો તમામ ખર્ચ આપશે તેવી બાંહેધરી આપી સમાધાન કરવાની વાત થઈ હતી. બાદમાં તેણીએ સારવારનો ખર્ચ નહીં આપતા અંતે ગણદેવી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ઘટના અંગેની વધુ તપાસ ગણદેવીના હેકો શૈલેશ ગુર્જર કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.