તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતો ચિંતા:નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ખેડૂતોની ચિંતા વધી, કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ

નવસારી21 દિવસ પહેલા
 • છેલ્લા ચાર વર્ષથી કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે

નવસારી જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી ગરમીમાં વધારો જોવા મળ્યો છે. બફારાને કારણે શહેરીજનો આકાશમાંથી વરસતા અગનગોળા સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે આજે વાતાવરણમાં એકાએક પલટો આવતાં વાતાવરણ વાદળછાયુ બન્યું છે અને ગરમી ઓછી થતાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાતા વહેલી સવારે ઝાકળથી રસ્તાઓ પણ ભીના થયા હતા. વાતાવરણમાં પલટાથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

હાલમાં દક્ષિણ ગુજરાતમાં થતી કેરીની ડિમાન્ડ સૌથી વધારે હોય છે. કેસર, હાફૂસ, લંગડો અને રાજપુરી કેરી ખાસ મોટા શહેરોમાં એક્સપોર્ટ થાય છે. ત્યારે વાતાવરણનો પલ્ટો કેરીના પાકને નુકસાન કરી શકે છે તેવી ભીતિ ખેડૂતોને થઈ રહી છે. છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી ગરમીની સિઝનમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે. જેને લઇને આ વર્ષે પણ ખેડૂતોની ચિંતા વધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો