નિર્ણય:ખેડૂતોને ડાંગરના ટેકાના ભાવથી ઓછા ન મળે તેની તજવીજ કરાશે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી સહકારી સંઘની સામાન્ય સભામાં નિર્ણય
  • ટેકાના ભાવે આપવા ખેડૂતો પાસે રજિસ્ટ્રેશન કરાવાશે

નવસારી પંથકમાં ડાંગર પક્વતા ખેડૂતોને સરકાર દ્વારા નક્કી કરેલ ટેકાના ભાવ મળે તે માટે ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરાવવા નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સામાન્ય સભામાં નિર્ણય લેવાયો હતો. નવસારી પંથકમાં હજારો ખેડૂતો ખરીફ ડાંગર પકવે છે.જોકે આ ખેડૂતોને ગત વર્ષે ડાંગરના પોષણક્ષમ ભાવ મળ્યા ન હતા. સરકારે બહાર પાડેલ ટેકાના ભાવ કરતા ઓછી કિંમતે ડાંગર આપવું પડ્યું હતું. ટેકાના ભાવની કેટલીક શરતોને લઈ સરકારને ટેકાના ભાવે ડાંગર આપ્યું ન હતું.ચાલુ સાલ પણ સરકારે જે ભાવ ટેકાના ભાવ બહાર પાડ્યા છે એમાં 140 કિલોના કોમનના 2716 રૂપિયા અને એ ગ્રેડના 2744 છે.

આ ભાવ પણ ખેડૂતોને ચાલુ સાલ સહકારી સંઘો આપી શકે એ સ્થિતિમાં નથી. આ સ્થિતિમાં ખેડૂતોને ટેકાના ભાવ અપાવવા યોગ્ય કરાય એ જરૂરી છે. મળતી માહિતી મુદ્દે સોમવારે મળેલ નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સામાન્ય સભામાં આ અંગે નિર્ણય લેવાયો હતો.સભામાં ખેડૂતો પાસે ટેકાના ભાવે ડાંગર આપવા રજિસ્ટ્રેશન કરાવાશે. સંઘ સાથે 35થી વધુ મંડળી સંકળાયેલ છે, તે સહયોગી થઈ શકે એમ છે.જો ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે તો ખેડૂતોને 140 કિલોએ 400 થી વધુ ભાવ મળી શકે એમ હોવાનું સૂત્રો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...