તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અછત:વાવણી સમયે સરકારી રાહત ધોરણે અપાતા બિયારણ ના મળતા ખેડૂતો  મોંઘા બિયારણ ખરીદવા મજબૂર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4600 ખેડૂતોને સબસિડી વાળું બિયારણ આપવામા આવ્યું-ખેતીવાડી અધિકારી

ગુજરાતી કહેવત "પાણી આવ્યા પેહલા પાળ બાંધી લેવી જોઈએ "પાણી વહી ગયા પછી પાળ બાંધી ને કોઈ લાભ નહિ " જેવો ઘાટ નવસારી જીલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા વાંસદા તાલુકાના ખેડૂતો સાથે કરવામાં આવ્યો છે .વાંસદા તાલુકાના ખેડૂતોને સમયસર સબસીડી વાળા બિયારણ ન મળવાથી ખેડૂતો બજાર માંથી ઉંચા ભાવે બિયારણ લેવાનો વારો આવતા ખેડૂતો નારાજગી દર્શાવી રહ્યા છે.

નવસારી જીલ્લાના આદિવાસી વિસ્તારના ખેડૂતો જીલ્લા ખેતીવાળી વિભાગના અધિકારીઓ સામે નારાજગી દર્શાવી રહ્યા છે એ પણ એટલા ખાતે કે જીલ્લા ખેતીવાળી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા સબસીડી વાળા ડાંગરના બિયારણ આ વર્ષે પણ જીલ્લાના 4600 જેટલા ખેડૂતોને આપવામાં આવવાના હતા. પરંતુ વાંસદા તાલુકાના આદિવાસી ખેડૂતોને આ વર્ષે યોગ્ય સમયે સબસીડી વાળા બિયારણ સમયસર ન મળતા ખેડૂતો નારાજ થયા છે. ચોમાસાની શરૂઆત થઈની સાથેજ વાંસદા તાલુકામાં વાવણી લાયક વરસાદ થયો હતો એ સમય દરમિયાન ખેડૂતોને બિયારણ અને ખાતર નહીં મળતા ખેડૂતો જાત ખર્ચે બિયારણ લાવી વાવણી કરવા મજબૂર બન્યા છે.

કમૌસમી વરસાદ અને વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાંથી માંડ માંડ પસાર થઇ વાંસદા તાલુકાના ખેડૂતો સારા વરસાદની આશાએ ડાંગરના ધરું નાખવાની આગોતરી તૈયારી કરી લીધી હતી .પરંતુ જીલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા કોઈક કારણોસર વાંસદા તાલુકાના ખેડૂતોને સબસીડી વાળું બિયારણ આપવામાં મોડું થવાથી ખેડૂતોએ બજાર માંથી ઊંચા ભાવે બિયારણની ખરીદી કરી પોતાનું ધરું વાવી દીધું હતું .જયારે સરકાર દ્વારા વાંસદા તાલુકા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ સબસીડી વાળું બિયારણ માટે આપવામાં આવે છે પરંતુ આ વર્ષે ખેડૂતોએ બજાર માંથી ઊંચા ભાવે બિયારણની ખરીદી કરી પોતાનું ધરું વાવી દેતા ખેડૂતોને સરકારી લાભનો કોઈ ફાયદો લેવાથી વંચિત રહેશે.નવસારીના વાંસદા તાલુકાના મહત્તમ ખેડૂતો ચોમાસા ખેતી પર નિર્ભર રહેતા હોય છે, અને તાલુકાના 80 ટકા ખેડૂતો ચોમાસુ ડાંગરની ખેતી કરી આખું વર્ષ પોતાનું ગુજરાન ચલાવે છે. બારેમાસ ખેતી લાયક પાણીની સમસ્યાને કારણે ખેડૂતો ચોમાસા ખેતી પર નિર્ભર રહેતા હોય છે જયારે આ વર્ષે અત્યાર સુધીમાં જીલ્લામાં સિઝનનો 15 ઇંચ વરસાદ થતા ખેડૂતો ડાંગરના ધરું ની રોપણીમાં દર વર્ષ કરતા વેહલા જોતરાયા હતા. કેટલાક ગરીબ આદિવાસી ખેડૂતો પોતાને સરકાર દ્વારા મળતી સબસિડીની કાગડોળે રાહ જોતા રહ્યં ને સહાય મળી ન જેને લઇ ખેડૂતો એ બજારમાંથી ઉંચા ભાવે બિયારણની ખરીદી કરી પોતાનું ધરું વાવી દેતા ખેડૂતો જે સરકારી લાભની રાહ જોતા હતા એ કોઈ ફાયદો મળ્યો નહિ જયારે આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને યોગ્ય સમયે સહાય આપ્યાનો રાગ આલાપી સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે.

વાંસદા વિસ્તારમાં ખેતી કરતા ખેડૂત ગણેશ બિરારી જણાવ્યા મુજબ ખેતીવાડી વિભાગ દ્વારા જે સબસીડીવાળા બિયારણો છે તે વહેલા આપતા નથી જેના કારણે વાવણીની સીઝન જતી રહે છે અને ત્યારબાદ તેમને મોંઘા ભાવનું બિયારણ ખરીદવાની ફરજ પડે છે જેને કારણે તેમને મુશ્કેલી ઊભી થઈ છે જો સમયસર બિયારણ મળી રહે તો તેઓ સારુ ઉત્પાદન મેળવી શકે છેજિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા જણાવ્યા મુજબ તાઉતે વાવાઝોડા બાદ સમગ્ર તંત્ર રાહત ચૂકવણીમાં વ્યસ્ત હોવાથી બિયારણ ની કામગીરી હાલમાં શરૂ કરી છે જ્યારે 4600 જેટલા ખેડૂતોને સબસીડી વાળું બિયારણ આપી દીધું છે બાકી રહેલા ખેડૂતોને વ્યક્તિગત બિયારણ ખરીદી ને વાવેતર કરવાનું હોય છે ત્યારે તેમના મતે કોઈ ખેડૂતને હજુ સુધી બિયારણ બાકી હોય તેવું તેમના જાણમાં નથી.

અન્ય સમાચારો પણ છે...