સાવચેતી:7મીની વરસાદની આગાહીને પગલે ખેડૂતો તકેદારી રાખે

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતીવાડી વિભાગે દિશાસૂચન જારી કર્યા

7મી જાન્યુઆરીએ કમોસમી વરસાદની થયેલી આગાહીને પગલ ખેડૂતોને નુકસાન થાય નહીં તે માટે તકેદારીરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા દિશાસૂચન જારી કરાયા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. એ.આર.ગજેરાએ જણાવ્યું છે કે કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત ધાન્ય/કઠોળ પાક, ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટીક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું.

અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકાવવું. રાસાયણિક ખાતર કે નવું ખરીદેલ બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવું તેમજ જંતુનાશક દવા/ખાતર ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખેતરમાં ઉભા પાકમાં વરસાદનું પાણી ભરાઇ નહીં રહે તે માટે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. ફળ પાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા. ફળઝાડ પાકોમાં ફળોની વીણી કરેને ફળઝાડોને પવન સામે રક્ષણ માટે ટેકા આપવાની વ્યવસ્થા કરવી.

અન્ય સમાચારો પણ છે...