તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી કાપથી રોષ:30 દિવસ માટે પાણી બંધ કરાતા, ખેડૂતો અને શહેરીજનો મુશ્કેલીમાં, રોપણી કર્યા બાદ પાણી બંધ થતાં ખેડૂતોમાં નારાજગી

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારી સિંચાઈ વિભાગે શિયાળામાં નહેરનું રોટેશન 30 દિવસ માટે બંધ કર્યું

કુદરતે મન મુકીને વરસાદ વરસાવ્યો છે જેને લઈને નદી નાળાઓ છલોછલ થઈ ગયા છે નદીઓ પર બાંધવામાં આવેલ બંધ માં પાણીની આવક ભરપૂર માત્રામાં થઈ છે જેને લઈને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ પણે ભરાઈ ગયો છે અને આખું વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે. પરતું નવસારી સિંચાઈ વિભાગ દ્વારા શિયાળામાં નહેરનું રોટેશન 30 દિવસ માટે બંધ કરી દેવતા નહેર આધારિત ખેતી કરતા ખેડૂતોનો ડાંગર અને શેરડીના પાર્ક માટે પાણી યોગ્ય સમય એ ન મળતા પાર્ક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે. ખેડૂતો દ્વારા ઉનાળુ ડાંગર માટે ધરૂ વાળિયાની રોપણી પણ કરી દેવામાં આવી છે એવા સમયે નહેરનું પાણી બંધ કરી દેવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

ઉનાળુ ડાંગરની તૈયારીમાં ખેડૂતો લાગી જતા હોય છે
સદલાવ, નવસારીના ખેડૂત કેયુર આહિરએ જણાવ્યું છેકે, નવસારી જિલ્લામાં અંદાજીત 80 હજારથી વધુ ખેડૂતો નહેર આધારિત પોતાની ખેતી કરે છે. સાથેજ શહેરમાં 2 લાખ લોકો નહેર આધારિત પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. શિયાળાની શરૂઆત થતાની સાથે ઉનાળુ ડાંગરની તૈયારીમાં ખેડૂતો લાગી જતા હોય છે. ત્યારે નહેરનું મેન્ટેનન્સ કરવા અંગે બંધ કરી હોવાનું અંબિકા ડિવિઝનના અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

તંત્રના નિર્ણયથી સ્થાનિકો પણ નારાજ
અંબિકા ડિવિઝનના કાર્યપાલક એન્જિનિયર રાજેન્દ્ર રાઠોડએ જણાવ્યું છેકે, નહેરનું રોટેશન બંધ થતાં એની અસર શહેરના પાણી પુરવઠા પર પણ જોવા મળી રહી છે. નવસારી શહેરમાં નહેર મારફતે શહેરમાં આવેલા મુખ્ય તળાવો જેવા કે દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં પાણી ભરવામાં આવે છે પરંતુ રોટેશન બંધ થતાં શહેરના 60 ટકા વિસ્તારમાં પાણી એક ટાઈમ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. નહેરનું પાણી ન આવવાને કારણે નગરપાલિકા તળાવમાં ઠલવાયેલા નહેરના પાણી સાથે બોરવેલનું પાણી પણ મિક્ષ કરવામાં આવે છે. આ સંજોગોમાં પાણીનો સ્વાદ બદલાવાની શક્યતા છે. ભૂતકાળમાં પણ આવું બન્યું હતું. પ્રેશરની પણ કેટલીક જગ્યાએ ફરિયાદ સર્જાવાની શક્યતા છે. પરંતુ તંત્ર દ્વારા લેવામાં આવેલ નિર્ણયથી સ્થાનિકો પણ નારાજ જોવા મળી રહ્યા છે.

ખેડતો પાક કેવી રીતે લેશે એ મોટો સવાલ
નવસારી વિજલપોર પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલે જણાવ્યું છેકે, કેનાલ દ્વારા આવતું પાણી ત્રણ જિલ્લાઓ એટલે (નવસારી, તાપી અને વલસાડ) મળીને ખેતી માટે કુલ ૨૦૦ એમ સી એમ પાણીની જરૂરિયાત ઉભી થતી હોય છે. અને રોટેશન પધ્ધતિ દ્વારા અપાતું પાણી ખેડૂતો માટે પાક લેવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને નહેર આધારિત ખેતી કરતા ખેડૂતો માટે નહેરનું પાણી આશીર્વાદ સમાન હોય છે પરંતુ શિયાળા સમય દરમિયાન પાણી બંધ રહેતા આગામી દિવસોમાં ખેડતો પાક કેવી રીતે લેશે એ મોટો સવાલ ઉભો થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો