લાભ:વીજલાઇન અંગેનું વળતર વધારાતા ખેડૂતોને ફાયદો

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7.5 ટકાથી વધારી હાલ 15% કરાયું છે

ખેતીની જમીનમાંથી પસાર થતી વીજલાઈન અને વીજ ટાવરના કેસમાં હવે નવસારી જિલ્લાના ખેડૂતોને વધુ વળતર મળશે. આ અંગે મળતી માહિતી મુજબ વીજલાઈન જમીનમાંથી પસાર થવા બદલ અગાઉ જમીનની કિંમતના જે 7.5 ટકા વળતર મળતું હતું, જે સુધારી હવે 15 ટકા વળતર આપવાનો નિર્ણય કરવાથી નવસારી જિલ્લાના ખેડૂતોને પણ તેનાથી લાભ મળશે.

આ અંગે ખેડૂતોને વધુ વળતર માટે ચૂંટાયેલ પ્રતિનિધિઓને સાથે રાખી અવારનવાર ગાંધીનગર જઇ રજૂઆત કરનાર નવસારીના કૃષિ અભ્યાસુ વિનોદ દેસાઈ (સીએ)એ નવા નિર્ણયની સમજ આપતા જણાવ્યું કે, વીજપોલ તેના ફોરલેગમાં રોકાતી જમીન માટે 2011ની 1 ચોરસ મીટર જંત્રીના 10 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 260 રૂપિયા થશે,તેના 85 ટકા 221 રૂપિયા મળશે. જ્યારે વીજલાઈન બે થાંભલા માટેનો વિસ્તાર 220 કેવી લાઈન માટે 35 મીટર પહોળો પટ્ટો (જેમાં ઝાડ, બાંધકામ ન થઈ શકે) માટે રૂપિયા 260ના 15 ટકા 39 રૂપિયા મળશે,જે અગાઉ ઓછા હતા.’

અન્ય સમાચારો પણ છે...