વિદાય સમારંભ:નવસારીની વેટરનરી કોલેજમાં છાત્રોનો વિદાય સમારંભ યોજાયો

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના હસ્તક હેઠળ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કેન્દ્રમાં આવેલા પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય નવસારીમાં 12મીએ સ્નાતક કક્ષાના નવમા બેંચના કુલ 61 વિદ્યાર્થી માટે વિદાય સમારંભનું આયોજન કરાયું હતું. આ એક દિવસીય સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ડો. પી.એચ.વાટલીયા વિસ્તરણ શિક્ષણ નિયામક કામધેનુ યુનિ. ગાંધીનગરથી હાજર રહ્યાં હતા. તેમણે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને તકનિકી ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ ઉભા કરીને નવી રોજગારીનું સર્જન કરવું જોઈએ.

પશુપાલકને ચિકિત્સા સંશોધન અને વિસ્તરણની વિવિધ પ્રવૃત્તિથી ભવિષ્યમાં કેવી રીતે લાભ મળી શકે જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ પશુ ચિકિત્સા વ્યવસાયિકો કેવી રીતે અલગ કામ કરીને આગળ આવ્યા છે તે અંગે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને પશુ ચિકિત્સા વ્યવસાયના નીતિશાસ્ત્રના નૈતિક શપથ લેવડાવ્યા હતા. આ સમારંભમાં નવસારી કૃષિ યુનિ. સંશોધન નિયામક ડો. એસ.આર. ચૌધરીએ પોતાના પશુપાલકો સાથેના સ્મરણો યાદ કર્યા હતા.વેટરનરી કોલેજના આચાર્ય ડો.વી.બી.ખરાદીએ આધુનિક તકનિકનો ઉપયોગ કરીને પશુપાલકોને લાભવંતી કેવી રીતે બનાવી શકાય તેના વિશે ચર્ચા કરી હતી. વિદાય સમારંભમાં શ્રેષ્ઠ ઈન્ટર્નશીપનો એવોર્ડ હિરલ ઠાકોરને અપાયો હતો. આભારવિધિ ડો. ગોપાલપુરીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...