તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નવસારી કૃષિ યુનિવર્સિટીમાં નિવૃત્ત કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કર્મચારી કલ્યાણ મંડળ દ્વારા નિવૃત કર્મચારીઓનો વિદાય સમારંભ મંડળના પ્રમુખ અને માન કુલપતિ ડો. ઝીણાભાઈ પટેલની અધ્યક્ષતામા આયોજીત થયો હતો. નિવૃત થતા કર્મચારીઓ પોતાનું ખૂબ યોગદાન સંસ્થાને આપી જતા હોય છે. જેમની નોંધ લેવીએ સંસ્થાની ફરજ હોય છે.

આજે 15 જેટલા વૈજ્ઞાનિક તથા વહીવટી કર્મચારી નિવૃત થતા સંસ્થાને ખોટ ચોક્કસ ચાલશે પરંતુ વય નિવૃતએ કુટુંબ સાથે રહેવાની અવસ્થા છે અને તેનો આનંદ લેવો જોઈએ. મંડળના મંત્રી ડો. સી. કે. ટીંબડિયાએ સ્વાગત પ્રવચન સાથે મંડળની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. મંડળના ઉપપ્રમુખ ડો. એરવાડિયા અને કુલ સચિવ ડો. પંડયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી નિવૃત થઈ રહેલા સોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ડો. શ્રીવાસ્તવ, ડો. ખરાદી, રૂચિરા મેડમ, ચોધરી સાહેબ, ડો. રાજ અને ડો. કે. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સૌ નિવૃત કર્મચારીઓનુ સાલ ઓઢાડી સન્માન કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો