નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગામમાં રહેતી 26 વર્ષીય માનસિક વિકલાંગ યુવતી સાથે જ કૌટુંબિક કાકા એ એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચરતા માતાની પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર ઘટના જાણ્યા બાદ માતાએ વાંસદા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા વાંસદા પોલીસે આધેડની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.
માતા વહેલી સવારે આઠ વાગ્યે પ્રતાપનગર ગામે કરીયાણુ લેવા ગયા હતા. ત્યારે હવસખોર કૌટુંબિક કાકાએ એકલતાનો લાભ લઇને માનસિક બીમારી યુવતી સાથે દુષ્કર્મ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે એકાએક ઘરે યુવતીની માતા આવી ચડતા તેણે આ સમગ્ર ઘટના જોઈને હેબતાઈ ગઈ હતી અને ભાગી રહેલા આધેડને પકડવાની કોશિશ કરી હતી અને તેના પરિવારને જાણ કરી હતી.
આધેડ પરિવારમાં તેની બે પુત્ર વધુ પત્ની સાથે તે રહે છે. ત્યારે પૌત્રીની ઉંમરની યુવતી સાથે આવું પ્રકારનું કૃત્ય કરતાં ગામવાળાઓએ પણ મહિલાને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પ્રોત્સાહિત કરી હતી. જેથી મહિલાએ વાંસદા પોલીસમાં ફરિયાદ કરતા ગણતરીના કલાકોમાં પોલીસે આધેડની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.