તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:છેતરપિંડી કેસમાં ફેમિલી વિદેશ જવાની સંભાવના

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એડવોકેટની ડીએસપીને લેખિત રજૂઆત

નવસારીના યુવા એડવોકેટ ફાલ્ગુની કોઠારીએ સુરતના કન્સલ્ટન્ટ એ મની લોન્ડરિંગ કર્યું હોય તેમનો પરિવાર વિદેશમાં ભાગી નહીં જાય તે માટે કાર્યવાહી કરવા નવસારી એસપીને ફરિયાદ કરી હતી.

જેમાં જણાવ્યું કે નવસારીમાં અનેક લોકોના ઇન્કમટેક્સ પેપર્સના આધારે સુરતની વિવિધ બેંકોમાં ખાતા ખોલાવ્યા છે. તેની પાછળ સુરતના ટેક્સ કન્સલ્ટન્ટ પરિવારનો હાથ છે. તેઓએ બેંકમાં લોકોની જાણ બહાર ખાતા ખોલી મોટી રકમની મની લોન્ડરિંગ કર્યું હોવા છતાં સુરતની પોલીસ એફઆઈઆર દાખલ કરતી નથી. જેથી કન્સલ્ટન્ટ પરિવાર વિદેશ ભાગી નહીં જાય તે માટે એરપોર્ટ, ગૃહ મંત્રાલય સહિત જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

બેંકના અધિકારીની સંડોવણી હોય શકે
બેંક એ એવી સંસ્થા છે કે જેનાં પર ભરોસો કરી લોકો પોતાની મહેનતથી કમાયેલી સંપત્તિ મૂકે છે ત્યારે આવા કૌભાંડ બહાર આવે તો લોકોને વિશ્વાસ રહે નહીં. બેંકના અધિકારીઓની સંડોવણી વગર આવુ કૌભાંડ શક્ય નથી. મની લોન્ડરિંગનો ગુનો હોય પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. > ફાલ્ગુની કોઠારી, એડવોકેટ અને જાગૃત નાગરિક

અન્ય સમાચારો પણ છે...