ચોરીનો પ્રયાસ:છાપરા રોડની ઓમ બંગ્લોઝમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સ્થાનિકો જાગી જતા ચોરો ભાગી છુટ્યા

નવસારી20 દિવસ પહેલા
  • ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા
  • શહેરમાં ચડ્ડી બનીયાંન ધારી ગેંગ સક્રિય

નવસારી શહેરમાં ચડ્ડી બનીયાંનધારી ગેંગ પોલીસ અને શહેરીજનો માટે પડકારરૂપ બની છે. રાત્રિના સમયે બિન્દાસ પણે બંગલાઓમાં ચોરી કરવા માટે પ્રયાસ કરતી આ ગેંગ પોલીસને સતત હાથ તાળી આપી રહી છે ત્યારે છાપરા રોડ વિસ્તારમાં આવેલા ઓમ બંગલોઝમાં રાત્રિના સમયે ચડ્ડી અને બનીયાન પહેરી આ ચોરો ચોરીના પ્રયાસમાં હતા પરંતુ સ્થાનિકોની જાગૃતતાને કારણે ચોરી શક્ય બની શકી ન હતી આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થવા પામી છે.

ચોરી માટે ઈટાલવા, છાપરા,અને તીઘરા મોસ્ટ ફેવરિટ પ્લેસ
​​​​​​
થોડા સમય અગાઉ તીઘરા, ઇટાલવા વિસ્તારમાં ચોરો રેકી કરતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી માં કેદ પણ થયા હતા. તો સાથે જ એરુ ગામના અવધ બંગલામાં ચોરી કરીને નાસી છૂટેલા ગેંગને એલસીબી એ ઝડપી પાડી કેસ મૂકેલી હતો ત્યારે ફરીવાર છાપરા રોડ પાસે આવેલી ૐ બંગલોઝમાં ચડ્ડીધારી ગેંગ ચોરીના પ્રયાસમાં રાત્રિના સમયે ફરતી હોવાની સીસીટીવી માં દ્રશ્યો કેદ થયા છે જો કે સબ નસીબે સ્થાનિકો જાગી જતા ચોરો ભાગી ચૂક્યા છે.

ચોરીનાં પ્રયાસ CCTVમાં કેદ થયા
આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રાત્રિના સમયે ચોરો બિન્દાસ પણે બંગલાઓમાં ચોરી કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે જે CCTV માં સ્પષ્ટ પણે જોઈ શકાય છે જોકે એક પરિવાર જાગી જતા ચોરો ત્યાંથી ભાગી છુટ્યા હતા.

પોલીસમાં અરજી આપાઈ
આ સમગ્ર મામલે સ્થાનિકોએ વિજલપોર પોલીસ સ્ટેશનમાં ચોરીનાં હોવાને અંગે અરજી આપી છે.ત્યારે પોલીસ પણ આવા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. લાંબા સમયથી ચોરી કરતી ગેંગ પોલીસ માટે માથાના દુખાવા સમાન બની છે. પરંતુ એકલદોકલ કેસ ઉકેલ્યા બાદ પોલીસ પણ અન્ય કામોમાં વ્યસ્ત બને છે ત્યારે આગામી સમયમાં આવતા તહેવારોમાં ચોરીની ઘટનાઓમાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...