વરસાદની આગાહી:વાદળછાયા વાતાવરણમાં તાપમાનમાં ભારે ઘટાડો

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કમોસમી વરસાદની આગાહીની અસર
  • નવસારીમાં શુક્રવારે તાપમાન 30.1 ડિગ્રી જ

નવસારી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાસ વરસાદ તો ન પડ્યો પણ ઉનાળે તાપમાન ઘટી 30 ડિગ્રી થઈ ગયું હતું. નવસારી પંથકમાં પણ હાલ મોસમ વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે જે અંતર્ગત છેલ્લા ત્રણ ચાર દિવસથી રોજ વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે. શુક્રવારે પણ થોડો સમય થયું હતું. વાતાવરણ વરસાદી થયું, એક બે વખત કડાકા થયા અને સાધારણ છાંટણા જ થયા હતા.

જોકે તાપમાનમાં ભારે ઘટાડો ત્રણ દિવસ દરમિયાન થઈ ગયો હતો. જ્યાં બુધવારે બપોરે તાપમાન 36.1 ડિગ્રી હતું ત્યાં ગુરુવારે 34.2 ડિગ્રી અને શુક્રવારે તો પારો વધુ નીચે ઉતરી ઉનાળાની મોસમમાં બપોરે મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી જ નોંધાયું હતું. તાપમાન ઘટતા ગરમી નહિવત રહી હતી.

જોકે હવામાં ભેજનું પ્રમાણ બપોરે પણ 58 ટકા રહેતા સાધારણ ઉકળાટનો અનુભવ લોકોએ કર્યો હતો. દિવસ દરમિયાન પવન સરેરાશ 5.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લાની બાજુમાં આવેલા ડાંગ જિલ્લામાં નવસારી કરતા અલગ સ્થિતિ જોવા મળી રહી છે. હાલ અહીં ધોધમાર વરસાદ સાથે બરફ કરા પણ પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...