લોક પ્રશ્નોને વાચા મળી:વિજલપોરમાં પીવાનું પાણી, ગટર, રસ્તા, ગંદકી, શિક્ષણ સહિતની વ્યાપક ફરિયાદ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રવિવારે યોજાયેલ 5 વોર્ડના ભાસ્કર રૂબરૂ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો તથા 13 જેટલા પાલિકાના ચૂંટાયેલવા કાઉન્સિલરો લોકોના પ્રશ્નોના જવાબ આપવા હાજર રહ્યાં હતા. - Divya Bhaskar
રવિવારે યોજાયેલ 5 વોર્ડના ભાસ્કર રૂબરૂ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો તથા 13 જેટલા પાલિકાના ચૂંટાયેલવા કાઉન્સિલરો લોકોના પ્રશ્નોના જવાબ આપવા હાજર રહ્યાં હતા.
  • ભાસ્કર રૂબરૂમાં વોર્ડ 12 અને 13ની પણ સમસ્યાઓ રજૂ, હાજર કાઉન્સિલરોએ જવાબ આપ્યા
  • ભાસ્કર રૂબરૂના નવસારી વિજલપોર પાલિકાના 5 વોર્ડના કાર્યક્રમમાં વોર્ડ દીઠ મુખ્ય સમસ્યા
  • બિસમાર તળાવ અને હેરીટેજ રોડની સમસ્યા
  • પીવાનું પાણી, ગટર અને ગંદકીની સમસ્યા
  • રહેણાંક સોસાયટીઓમાં ઉભરાતી ડ્રેનેજ
  • પીવાનું પાણી અને બિસમાર રોડની સમસ્યા
  • વરસાદી પાણીનો ભરાવો અને ઉભરાતા ખાળકુવા

નવસારીના વોર્ડ 9 થી 13ના યોજાયેલ દિવ્ય ભાસ્કરના રૂબરૂ કાર્યક્રમમાં વિજલપોર વિસ્તારના અનેક સમસ્યાઓની વ્યાપક ફરિયાદ સ્થાનિકોએ કરી હતી. લોકપ્રશ્નોને વાચા આપવા અને પાલિકાના ચૂંટાયેલ કાઉન્સિલરો પ્રજા સાથે રૂબરૂ થાય તે માટે દિવ્ય ભાસ્કરે રૂબરૂ કાર્યક્રમ શરૂ કર્યો છે. અગાઉ બે રવિવારે 1થી 4 વોર્ડ અને ત્યારબાદ 5થી 8 વોર્ડ માટેનો કાર્યકમ યોજાઈ ગયા બાદ 10 જુલાઈએ સંસ્કાર ભારતી સ્કૂલમાં વોર્ડ 9થી 13 નો કાર્યક્રમ યોજાઈ ગયો હતો.

આમ તો તમામ વોર્ડની સમસ્યા લોકોએ રજૂ કરી હતી પણ વધુ અને ગંભીર ફરિયાદ વોર્ડ 9, 10 અને 11ની વિજલપોરની બહાર આવી હતી. કાર્યકમમાં હાજર અમિત કચવે, સુરેશ પાટીલ, રજનીશ બાગલે, પ્રદીપ કુમાર, ગોપાલ મસાલાવાળા, રાજુ મએકર વિગેરે એ પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરી હતી. વોર્ડ 10 અને 11ની મુખ્ય સમસ્યા પીવાના મીઠા, શુદ્ધ પાણીની હતી.

લોકોની ફરિયાદ હતી કે સી આર પાટીલ મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ કરી ગયા પણ હજુ મીઠું પાણી અનેક વિસ્તારમાં મળતું નથી. જોકે આ પ્રશ્ને પાલિકાની પાણી સમિતિના ચેરમેન પ્રશાંત દેસાઈએ જણાવ્યું કે કેટલાક વિસ્તારમાં લાઈન નાખવા અંગે કેટલીક સમસ્યા છે, જે 10-15 દિવસમાં હલ થઈ જશે. કાર્યક્રમમાં વિજલપોરના વોર્ડ 10 અને 11ના ખરાબ રસ્તા, ડ્રેનેજની સમસ્યા, ગંદકી, સીટી બસ, પ્રાથમિક શાળા મુદ્દે પણ હાજર કાઉન્સિલરોને સવાલો કરવામાં આવ્યા હતા.

જેના આ વોર્ડના કાઉન્સિલર સુનિલ પાટીલ, ચંદાબેન ભદોરીયા, લીલાબેન પાપડવાળા, જાગૃતિબેન દેસાઈ વિગેરેએ જવાબો આપતા સમસ્યા હલ કરવા આડેની મુશ્કેલી જણાવવા સાથે આગામી સમયમાં હલ કરવા પણ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહેન્દ્ર ગીરાશે, મીનલબેન દેસાઈ, વિજય રાઠોડ, પ્રીતિબેન અમીન, જયાબેન લાજેવાર, રમીલાબેન પટેલ વિગેરે કાન્સિલરો પણ હાજર રહ્યાં હતાં.

ગણદેવી સ્ટેટ હાઇવેના પ્રશ્નો ઉઠાવાયા
નવસારી-વિજલપોરના વોર્ડ નંબર 9 થી 13ના રૂ.બ.રૂ કાર્યક્રમમાં ગણદેવી સ્ટેટ હાઇવેના પ્રશ્નો ઉઠ્યા. રસ્તા પહોળા કરવા માટે કોઈ પણ સોસાયટીમાં નોટિશ આપવામાં આવી ન હતી. રોડ અમુક જગ્યાએ સાંકળા તો અમુક જગ્યાએ પહોળા કર્યા. પાણીના નિકાલ માટે રાધેશ્યામ સોસાયટી પાસે 3.5 ફૂટના પાઇપ લાવ્યા પણ ટુક સમયમાં જ મોટા પાઇપ લઈ ગયા અને નાના પાઇપ મૂકી ગયા. વિજ થાંભલા મુકવા માટે નિયમ મુજબ ખાડો ખોડવો પડતો હોય છે, પણ મનમાની કરી ફાઉન્ડેશન ભરી વીજ થાંભલા ઉભા કર્યા છે. તેવી રજૂઆત ઉપેશ પટેલે કરી હતી.

વોર્ડ 9 લાખોનો ખર્ચ પણ તળાવો બિસમાર
ઘેલખડી પાસે દત્ત મંદિર પાસે બનાવેલ ગામ તળાવના બ્યુટીફીકેશન માટે પાલિકાએ 20 વર્ષથી વિકાસ માટે કાંઈ કર્યું નથી. વરસાદી પાણી એમ જ વહી રહ્યું છે. >રાજુભાઇ મયકર, વોર્ડ નંબર 9

બ્યુટીફીકેશનની કાર્યવાહી આખરી તબક્કામાં છે
તળાવના બ્યુટીફીકેશન માટેની કાર્યવાહી નગરપાલિકામાં ચાલુ છે. આ તળાવના વિકાસ માટે જે પણ આંતરિક કાર્યવાહી કરવાની હોય તે પૂર્ણ થઈ છે. >જાગૃતિ સંદીપ દેસાઈ, નગરસેવક, વોર્ડ નંબર 9

વોર્ડ 12 છાપરા રોડ, સિંધી કેમ્પની નજીકનો વિસ્તાર
ગટર ઉભરાય છે

શૈલેષ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ન ભરાવા માટે અને ગટર ઉભરાઈ જતી હોય તે માટે નવસારી પાલિકામાં 8 થી 10 વાર રજુઆત કરી છે. રો હોઉસની ગલી કમ્પાઉન્ડ વોલમાં અત્યંત દુર્ગંધ મારતું પાણીનો ભરાવો થયો છે. છે.-મંદારસિંહ રાણા

ગંદુ પાણી બોરમાં જાય છે, 3 વર્ષથી રજુઆત
અમારો વિસ્તાર એ ગ્રેડમાં આવે છે. વેરા પણ અમે એ ગ્રેડના ભરીએ છીએ પણ સુવિધાઓ મળતી નથી. ગંદુ પાણી પીવાના બોરમાં જાય છે. આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કરાવો. 3 વર્ષથી અરજી અપાઈ છે. પાણીની લાઈન મોટી નાખો જેથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે.-ધર્મેશ ચૌહાણ

પંચવટી સોસા.માં પાણી સાંજે જ અપાય છે
પંચવટી સોસાયટીમાં સાંજે જ 30 મિનિટ પાણી અપાય છે. જો સવારે 2 કલાક આપવામાં આવે તો સમસ્યાઓ નું નિરાકરણ થાય.-ધીરુભાઈ ટંડેલ, રહીશ.

બાયપાસ રસ્તો બનાવવો જરૂરી
વોર્ડ નંબર 12માં પારસી હોસ્પિટલની પાછળથી રસ્તો બન્યો પણ સિંધી કેમ્પ સુધી ગયો નથી. જો આ રસ્તો બને તો રસ્તો ટૂંકો થઈ જાય. -હરેશભાઈ વશી, વોર્ડ 12

લોકો અમારા સુધી આવ્યા નથી
અમને હજુ સમસ્યાની જાણ નથી. અમે તમારા વિસ્તારમાં આવીશુ અને સમસ્યાનું નિરાકરણ વહેલું લાવીશું.પાણીની ટાંકીની વ્યવસ્થા પણ કરીશું.-ચેતન પટેલ, નગરસેવક,

લોકો અમારા સુધી આવ્યા નથી
અમને હજુ સમસ્યાની જાણ નથી. અમે તમારા વિસ્તારમાં આવીશુ અને સમસ્યાનું નિરાકરણ વહેલું લાવીશું.પાણીની ટાંકીની વ્યવસ્થા પણ કરીશું.-ચેતન પટેલ, નગરસેવક,

વોર્ડ 13 દશેરા ટેકરીથી ઇટાળવા સુધીના રોડને લાગુ પાલિકાનો વિસ્તાર

વરસાદી પાણીની લાઇન નાખો
ગોવિંદ નગર-3માં 100 માંથી 70 ઘરો કાર્યરત છે. જેમાં 50 ઘરનું ખાળકુવાનું પાણી બહાર નીકળે છે. દર 15 દિવસે સાફ કરાવવું પડે છે. વરસાદી પાણીની લાઈન નવી નાખવામાં આવે -સત્યમ મહેતા, ગોવિંદ નગર-3

વરસાદી પાણીની સમસ્યા છે લોકોને મુશ્કેલી પડી રહી છે. તો અમે માર્ગ મકાનમાં ફરિયાદ કરી અને જણાવ્યું કે રોડ પહોળા થયા અને ગટરના પાઇપ નાના નાખવામાં આવ્યા -રાહુલ સિંહ, જમનાપાર્ક સોસાયટી

35 વર્ષમાં પ્રથમ વખત વરસાદી પાણીનો ભરાવો
ધવલ પાર્કમાં 35 વર્ષમાં પહેલીવાર વરસાદી પાણી ભરાયું. જેની ફરિયાદ વોર્ડ નંબર 13ના નગરસેવકોને જાણ કરતા તાત્કાલિક જેસીબી મશીન બોલાવીને સાફ કરાવતા પાણી નિકાલની સમસ્યા દૂર થઈ-દોલત મહેતા, ધવલપાર્ક

​​​​​​​પહેલા રસ્તા પછી કેબલ નાખવા જોઈએ
ગણદેવી રોડ ઉપર લાઈટના થાંભલાના 4 ઇંચ નીચે કેબલ નાખવામાં આવ્યા. રસ્તા બનાવ્યા બાદ જ કેબલ નાખવામાં આવ્યા. અકસ્માતની સંખ્યા વધી છે. જેથી બમ્પર પણ બનાવવા જોઈએ. નિયમ મુજબ 2થી અઢી ફૂટ નીચે કેબલ લાઈન નાખવું જોઈએ.-અજય કપૂર, વોર્ડ નંબર 13

વોર્ડ નં.13 ના નવા વિસ્તારોની સમસ્યા ઉકેલવા ડીપીઆર બનાવવાનું કામ ચાલુ છે
નવસારી-વિજલપોર પાલિકામાં સમાવિષ્ટ 8 ગામોનો DPR બનાવવાનું કામ ચાલુ છે. જેમાં ડ્રેનેજ સહિત અન્ય પાયાની સુવિધાઓ, રસ્તા માટે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.હાલમાં જમાલપોર ગણદેવી જતા રસ્તા પહોળા કરવામાં આવ્યા. જે પહેલા જિલ્લા પંચાયત હસ્તક હતા. 1લી જાન્યુઆરીથી નવા ભૂંગળા નાખવામાં આવ્યા પણ જીઈબીના વિજપોલને કારણે સીધી ગટર બનવાની હતી તે ટેક્નિકલ કારણસર બનાવી નથી. આ બાબતે જીઈબી સાથે વાતચીત કરી વીજ થાંભલા જે અવરોધક છે. તેને દૂર કરી નવી લાઈન નાખીશું. સ્ટેટ હાઇવે ઉપર અકસ્માત થાય છે. સ્પીડ બ્રેકર માટે મંજુરી લેવી પડે છે. લોકો પણ જાગૃત થાય.-પ્રશાંત દેસાઇ, વોર્ડ નંબર 13, નગરસેવક

અન્ય સમાચારો પણ છે...