દરિયાઈ સરહદ ધરાવતા નવસારી જિલ્લામાં હાલ શહેરીજનો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેમાં સવારે કુમળા તડકા બાદ બપોરે અકળાવનારી ગરમી અસહ્યા બની છે.રાત્રે થોડા અંશે ઠંડી પડી રહી છે જેને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક સમસ્યા બની છે.વાતાવરણમાં આવી રહેલા ઝડપી ફેરફારો માનવજીવન અને તેના સ્વાસ્થ્ય સહિત ખેતીમાં વ્યવસાય પર ઊંડી અસર છોડે છે ત્યારે નવસારી જિલ્લામાં પણ હાલમાં બપોરે અકળાવનારી ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થતા લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે.સામાન્ય રીતે ડિસેમ્બરના મધ્ય ભાગમાં શિયાળો વિધિવત રીતે શરૂ થતું હોય છે. પરંતુ નવસારી જિલ્લામાં દૂર દૂર સુધી શિયાળો દેખાતો નથી. આગામી જાન્યુઆરી માસમાં શિયાળો વિધિવત રીતે જામે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ઉનાળો જાણે કાયમી સીઝન બની હોય તેમ નવસારીનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.