તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:દાંડીમાં ગુજરાત ટુરીઝમનું પ્રદર્શન, રાજ્યના ત્રણ પ્રસિદ્ધ સ્થળની ઝાંખી

નવસારી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગરના કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્ય, બાલાસિનોરના ડાયનાસોર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને ઘર આંગણે નિહાળો

દાંડીના સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં હાલ ગુજરાત ટુરીઝમનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનમાં મુખ્યત્વે રાજ્યના 3 મહત્ત્વના ટુરીસ્ટ સ્થળોની જાણકારી આપવામાં આવી રહી છે. જેમાં ભાવનગર જિલ્લાના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્ય, કેવડિયા સ્થિત સ્ટેચ્યુ અોફ યુનિટી અને બાલાસિનોરના ડાયનાસોરના અવશેષો ઘર આંગણે જોવાનો લ્હાવો મળ્યો છે.દાંડી સ્થિત સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં પુન: પ્રવાસીઓની સંખ્યા વધવા લાગી છે. મેમોરિયલમાં દાંડીકૂચ સંદર્ભે તો પ્રદર્શન છે જ પરંતુ વખતોવખત અન્ય કાર્યક્રમ પણ થાય છે.

હાલ ગુજરાત ટુરીઝમનું પ્રદર્શન પણ મેમોરિયલમાં ચાલી રહ્યું છે. આ પ્રદર્શનમાં મુખ્યત્વે રાજ્યના ત્રણ મહત્ત્વના પર્યટન સ્થળોની માહિતી આપવામાં આવી છે. રાજ્યનું ખુબ મહત્ત્વનું અને વિશ્વવિખ્યાત ટુરીસ્ટ પ્લેસ બની ગયેલા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પોની માહિતી અહીં આપવામાં આવી છે. બાલાસિનોરમાં ડાયનાસોરના જે અંશ મળ્યા છે તેની માહિતી પણ પ્રદર્શિત કરાઈ છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના વેરાવદર સ્થિત ‘કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્ય’ અંગેનું પ્રદર્શન પણ કરાયું છે. પ્રદર્શનનો લાભ સોલ્ટ મેમોરિયલમાં આવતા પ્રવાસીઓ લઈ રહ્યા છે. 20મી ફેબ્રુઆરી સુધી આ પ્રદર્શન ચાલનાર હોવાનું જાણવા મળે છે.

રવિવારે 3 હજારથી વધુ પર્યટકો આવ્યાં
લોકડાઉનમાં ઘણો સમય મેમોરિયલ બંધ રખાયા બાદ સપ્ટેમ્બર-ઓકટોબરમાં પુન: શરૂ કરાયું હતું. જોકે શનિ-રવિએ શરૂઆતમાં બંધ રખાતું હતું. જોકે હવે શનિ-રવિવારે પણ મેમોરિયલ ખુલ્લુ રખાતા વધુ સંખ્યામાં રજાના દિવસે ટુરીસ્ટો આવી રહ્યા છે. 14મીને રવિવારે પણ 3 હજારથી વધુ પર્યટકો અહીં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો