પરીક્ષા:નવસારીના 27 કેન્દ્રમાં 7185 ઉમેદવારની પરીક્ષા, GMDC આસિ. સહાયક વર્ગ-3ની કસોટી

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 13મી ઓગસ્ટે ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આસિસ્ટન્ટ સહાયક વર્ગ-3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 27 કેન્દ્રમાં 7185 ઉમેદવાર આપશે. તમામ કેન્દ્રોમાં સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએથી મળતી માહિતી મુજબ 13મી ઓગસ્ટે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા આસિસ્ટન્ટ સહાયક વર્ગ-3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

નવસારી જિલ્લામાં પણ 7185 ઉમેદવાર નોંધાયા છે. તેઓ 27 કેન્દ્રના 326 બ્લોકમાં પરીક્ષા આપશે. નવસારી જિલ્લામાં આવેલા દરેક કેન્દ્રોમાં કોરોનાની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દરેક વર્ગોને સેનેટાઈઝ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે અને દરેક ઉમેદવારને કોઈપણ સમસ્યા ઉભી થાય તો મેડિકલ મદદની પણ તૈયારી કરી હોવાની માહિતી મળી છે.

આગામી રવિવારે સ્વાતંત્રપર્વ હોય શુક્રવારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં આ પરીક્ષાને લઇને તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે કેન્દ્ર પર સંક્રમણ ન થાય તે રીતે પરીક્ષા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...