તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં ભક્તાશ્રમ શાળા ખાતે મોટિવેશન સેમિનાર યોજાયો હતો. જેમાં પરીક્ષા એ સરળ પણ નથી અને કઠિન પણ નથી ઉપરોક્ત શબ્દ ગુજરાત ભરમાં જાણીતા મનોચિકિત્સક અને ડેવલપમેન્ટલ અને બિહેવિયરલ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, ડૉ. રઈશ મનીઆરે ભક્તાશ્રમ શાળા સંકુલ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નવસારી દ્વારા આયોજિત વિદ્યાર્થી મોટિવેશન સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. રઈશ મણિયારે છાત્રોને સંબોધતા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન, એકાગ્રતા, યાદશક્તિ, એક્ઝામ ફોબિયા જેવા પ્રશ્ન વિશે માર્ગદર્શન આપ્યું હતું અને પરીક્ષામાં તથા જીવનમાં સફળતા માટે સ્કીલ વિકસે એવા મનોવૈજ્ઞાનિક રીતે સમજણ આપી હતી.
કાર્યક્રમની શરૂઆત ભક્તાશ્રમ શાળાના નિયામક અને શિક્ષણ વિદ ધર્મેશ કાપડિઆએ કહ્યું હતું કે, કોરોના મહામારીને કારણે આજે જ્યારે સમગ્ર સમાજમાં તણાવ છે. લોકોની સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક સંતુલન બગડ્યું છે અને શાળાઓ ફરી શરૂ કરવાની મથામણ થઈ રહી છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, અભ્યાસમાં એકાગ્રતા કેળવાય અને ચિંતાથી મુક્ત થાય એ હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમને સંબોધતા જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, સમગ્ર નવસારી જિલ્લાના વિદ્યાર્થીમાં તથા શિક્ષકગણ અને શાળાના આચાર્યને કોરોનાના આવા કાળમાં જે મુશ્કેલીઓ નડી રહી છે. તેનો મનોવૈજ્ઞાનીક રીતે હલ મળે, સમગ્ર શિક્ષણ જગતમાં ઉર્જાનો સંચાર થાય તથા આવનારી ધો. 10 અને ધો. 12ની પરીક્ષાથી બાળકો ચિંતા મુક્ત રહી તૈયારી કરી શકે અને તેમને મુંઝવતા પ્રશ્નનું નિરાકરણ થાય તે હેતુસર આ કાર્યક્રમને સમગ્ર જીલ્લામાં લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યો છે. જેમાં વિવિધ શાળામાં સ્માર્ટ ક્લાસ દ્વારા હજારો વિદ્યાર્થીને મોટિવેટ કરવામાં આવ્યા.
ભક્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ સુધીરભાઈ ભક્ત, ભાસ્કરભાઈ ભક્ત, સહમંત્રી નીરવ ભક્ત, મિતેશભાઈ ભક્ત તથા આચાર્ય પરિમલભાઈ પટેલ, શ્રીમતી મયુરીબેન સોલંકી તથા ભક્તાશ્રમનો તમામ સ્ટાફ ઉપસ્થિતરહ્યો હતો. કાર્યક્રમને અંતે નિયામક ધર્મેશ કાપડિઆએ ઋણ સ્વીકાર કર્યો હતો, કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો આશિષ પાંડે, હિરલ પ્રજાપતિ, રણજીત તલવિયા અને અંકિત ત્રિવેદીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આગામી દિવસમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે અને ઘરમાં પણ તેમને અનુકૂળ વાતાવરણ મળે તેવા હેતુ સાથે અા મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આત્મવિશ્વાસથી ભરપૂર થઇને આપવા સેમિનારમાં સૂચન કરવામાં આવ્યું હતું. આવનારા ભવિષ્યમાં મુશ્કેલીઓ સામે અડગ રહીને લડી લેવા અને પુરૂષાર્થ થકી કપરાં સમયને પાસ કરવા સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તમામને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.