ઉત્તરાયણનો સૌથી વધુ શોખ ગુજરાતી પ્રજામાં જ જોવા મળે છે. પરંતુ પતંગ ઉડાવવાના ચસકામાં તેઓ ભૂલી જાય છે કે પતંગનો માંજો અનેક પક્ષીઓ માટે ફાંસીનો ફંદો પણ બની શકે છે. પતંગના ધારદાર માંજાથી અનેક પક્ષીઓ ગંભીર રીતે જખમી થાય છે તો કેટલાંક મૃત્યુ પામે છે. પતંગના દોરાથી અટકીને મૃત્યુ પામનારાં પક્ષીઓમાં કબૂતર, પોપટ, કાગડા વગેરેનું પ્રમાણ વધુ છે. કારણ કે, મકરસંક્રાંતિના દિવસે આકાશ ચારેકોર અવનવી તેમ જ રંગબેરંગી પતંગો જ જોવા મળે છે. જોકે સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓએ મૂંગા પક્ષીઓને તેજધાર દોરાથી બચાવી લેવા માટે અને ઘાયલ થયેલાં પક્ષીઓની સારવાર માટે દર વર્ષની જેમ પૂરતી તૈયારી કરી છે.
કેટલીક સંસ્થાઓ મૂંગા પક્ષીઓ માટે સંયુક્તપણે ઝુંબેશ ચલાવી રહી છે. આ વખતે મૂંગા પક્ષીઓને બચાવવા માત્ર રેસ્ક્યુ ટીમ જ નહીં, પરંતુ એવેર્નેસ ટીમનું પણ અનોખું કાર્ય રહ્યું છે.નવસારીમાં ઉત્તરાયણના પર્વ પર ઘાયલ પક્ષીઓની સારવાર માટે શરૂ કર્યો હતો. લોકોને પણ કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષી દેખાય તો કંટ્રોલરૂમમાં જાણ કરવા તેમણે અપીલ કરી હતી. અહી સંસ્થાની ટીમ સ્થળ પર પહોંચી પક્ષીનું રેસ્ક્યુ કરી તેમની સારવાર કરશે. આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવી લોકો ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. પણ આ દિવસે પાકી દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે.
આ પક્ષીઓને બચાવવા માટે પક્ષીપ્રેમીઓ દર વર્ષે અબોલ પક્ષીઓને બચાવવા માટે ઠેરઠેર મેડીકલ કેમ્પ યોજી ધાયલ પશુ-પક્ષીઓને સારવાર આપીને મોતના મુખમાંથી ઉગારે છે. હેલ્પલાઇન નંબર ઃ નવસારી 9408189697, 7778992135, 9624001006, બીલીમોરા 70161996581, 7046830040 ચીખલી 9898479012, 9824230180,ગણદેવી 9016654041, 7046985296, ખેરગામ 9714778147, 9574844894, 737135298 પર સંપર્ક કરવો.
ઉત્સવોમાં આપણી મજા કોઇના મોતનું કારણ ન થવું જોઇએ
ઉત્તરાયણમાં પતંગપ્રેમીઓ ઘેલમાં આવીને સવારથી સાંજ સુધી પતંગની મજા માણતા હોય છે. જો સવારે પક્ષીઓના માળામાંથી નીકળતા સમય સવારે 6.00 થી 8.00ની વચ્ચે અને માળામાં પરત ફરતી વેળાએ સાંજે 5.00 થી 7.00 ના સમયે પતંગ ન ચગાવી અબોલ પક્ષીઓને તેમના માળામાં સુરક્ષિત રીતે પહોંચવામાં આપણે બધાએ મદદરૂપ થવું જોઇએ. આપણી મજાને કારણે કોઇ માસુમ પક્ષીઓના મોત ન થવા જોઇએ. - જૈનમ મહેતા, સભ્ય, ભગવાન મહાવીર કરુણા મંડળ અને વાઈલ્ડલાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન, નવસારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.