અનાવરણ:આખરે ‘બિરસા મુડા માર્ગ’ની તકતી કોંગ્રેસીઓએ લગાવી દીધી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં નામકરણ બાદ તકતી મુકાઈ ન હતી

નામકરણને લાંબો સમય થવા છતાં બિરસા મુડા માર્ગની તકતી નવસારી પાલિકાએ ન મુકતા કોંગ્રેસીઓએ ગુરુવારે નામકરણની તકતી મૂકી તેનું અનાવરણ પણ કરી દીધું હતું. દશેરા ટેકરી વિસ્તારના કોંગ્રેસી કાઉન્સિલર પ્રમોદ રાઠોડે દશેરા ટેકરી વિસ્તારમાંથી પસાર થતા માર્ગનું નામ બિરસા મુડા આપવાની રજુઆત કરી હતી. જેને પાલિકાના ભાજપી શાસકોએ અગાઉ માન્ય રાખી ઉક્ત માર્ગનું નામ બિરસા મુડા માર્ગ આપવાનો ઠરાવ કરી દીધો હતો.

જોકે નામકરણ બાદ નામકરણની તકતી મુકવામાં વિલંબ થતા જ્યારે નવસારી પાલિકામાં ચૂંટાયેલી પાંખ હતી ત્યારે જ કોંગ્રેસીઓએ માર્ગના નામકરણનું બેનર લગાવી દીધું હતું. જોકે તકતી મુકાઈ ન હતી, ત્યારબાદ તો દોઢ મહિના અગાઉ તો નવી નવસારી-વિજલપોર નગરપાલિકા બની અને વહીવટદારનું શાસન આવ્યું હતું.આમ છતાં તકતી મુકાઈ ન હતી. ગુરૂવારે અચાનક જ કોંગ્રેસીઓએ દશેરા ટેકરી વિસ્તારમાં ઉક્ત માર્ગના સ્થળે તકતી લગાવી જિલ્લાના કોંગી ધારાસભ્ય અનંત પટેલના હસ્તે બિરસા મુડા માર્ગનું અનાવરણ કરાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...