તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકીય નેતાઓના કાર્યક્રમમાં મર્યાદા કરતા વધુ માત્રામાં જનમેદની એકઠી કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં ન આવતું હોવા છતાં તેમને નિયમોનું પાલન કરવા ફરજ પાડવામાં આવી નથી જ્યારે લોકલ ટ્રેનમાં બેસીને રોજીરોટી મેળવવા માટે જતા પાસ હોલ્ડરો માટે કોરોનાના નીતિ નિયમો લાગૂ કરવામાં આવતા નવસારી જિલ્લામાં ટ્રેનના પાલ હોલ્ડરોમાં નારાજગી જોવા મળી છે. નવસારીના સાસંદે મેમુ ટ્રેન પાસ હોલ્ડરો માટે શરૂ કર્યાની જાહેરાત પછી પણ ફરજિયાત રિઝર્વેશનના આકરા નિયમ લાગૂ થતા પાસ હોલ્ડર ખફા થયા છે.
ટ્રેનમાં જવા 35 રૂ.નું રિઝર્વેશન ફરજિયાતનવસારીના સાંસદ સીઆર પાટીલે અપડાઉન કરતા વર્ગોને ઉંધા કાન પકડાવ્યાનો અહેસાસ પાસ હોલ્ડર કરી રહ્યાં છે. તેમણે મેમુ ટ્રેન શરૂ કરાવી પરંતુ 10 રૂ.ની લોકલ નવસારીથી સુરત ટ્રેનમાં જવા માટે 35 રૂ.નું રિઝર્વેશન ફરજિયાત કરાયું છે. ત્યારે 10 રૂ.ના ખર્ચે જ રિઝર્વેશન કરવામાં આવે તો જ મેમુ ટ્રેન શરૂ થયાનો ફાયદો મુસાફરોને થશે. સુરત, વાપી, વલસાડ, અંક્લેશ્વર અને ભરૂચ જેવા જિલ્લાઓમાં રોજગારી માટે જતા વર્ગોને ફાયદો તો નથી થયો પરંતુ વધુ મુશ્કેલીનો અનુભવ થઇ રહ્યો છે. મેમુ ટ્રેનને ગ્રીન સિગ્નલ મળ્યા પછી પણ રોજિંદા મુસાફરોને સીધો ફાયદો મળતો હોય તેમ દેખાતું નથી.
મુસાફરોની સમસ્યાની ઉચ્ચકક્ષાએ જાણ કરાશેમુસાફર રાજેશભાઈનું કહેવું છેકે, મેમુ ટ્રેન ચાલુ કરવામાં આવી છે, પરંતુ દરરોજ 35 રૂ. રિઝર્વેશન માટે આપવા એ સામાન્ય પગારધારકને પોસાય શકે તેમ નથી. તેથી સરકારે એ દિશામાં કોઇ યોગ્ય નિરાકરણ લાવવો જોઇએ. જ્યારે સ્ટેશન માસ્તર ઉદયસિંગે જણાવ્યું છેકે, મેમુ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને જે સમસ્યા થઇ રહી છે એ અંગે તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.