યાદગીરી:મૃત્યુના 51 વર્ષ બાદ પણ વાંસદાના જયકીશનનો એવોર્ડ અને ફીનો રેકર્ડ બોલીવુડમાં તૂટ્યો નથી

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જન્મસ્થળ વાંસદામાં બનાવાયેલ જયકિશનની પ્રતિમા. - Divya Bhaskar
જન્મસ્થળ વાંસદામાં બનાવાયેલ જયકિશનની પ્રતિમા.
  • 1929માં જન્મેલ સંગીતકારનું માત્ર 42 વર્ષે જ 12 સપ્ટેમ્બર 1971માં મૃત્યુ થતું હતું

વાંસદાના જયકીશનના મૃત્યુના 51 વર્ષ બાદ પણ બૉલીવુડમાં સંગીતકાર તરીકે વધુ સમય રાજ કરનારો કોઈ સંગીતકાર પાક્યો નથી. 1929માં વાંસદામાં ડાહ્યાભાઈ પાંચલના ઘરે જયકીશન નામના પુત્રનો જન્મ થયો હતો, જે પાછળથી મુંબઇ સ્થાયી થયો હતો અને શંકર સાથે શંકર જયકીશન સંગીતકાર બેકડીના નામે ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

અત્યંત પ્રતિભાશાળી સંગીતકાર જયકીશન માત્ર 42 વર્ષની વયે જ મૃત્યુ પામ્યા હતા, પરંતુ ખૂબ જ ઓછી વ્યમાં તે જે કરી ગયા તે હજુ સુધી કોઈ સંગીતકાર બૉલીવુડમાં કરી શક્યા નથી. 1949 થી 1971ના 22 વર્ષ દરમિયાન તેઓએ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. અને આ સમય દરમિયાન બોલીવુડમાં ફિલ્મફેર સહિતના સૌથી વધુ એવોર્ડ તો તેઓએ મેળવ્યા હતા, સાથે તેઓની ડિમાન્ડ એ વાત પરથી આવે છે કે તેઓ ટોચના હીરો કરતા વધુ ફી પણ લેતા હતા.

આજે જ્યારે કોઈ સંગીતકાર માંડ બે ચાર વર્ષ નમ્બર 1 ઉપર રહે છે ત્યારે શંકર જયકીશન 20 વર્ષ ટોચ ઉપર રહ્યા હતા. શંકર જયકીશન બેલડીમાં જયકીશનનું કેટલું પ્રદાન હતું તે એ વાત પરથી ખ્યાલ આવે છે કે જયકીશનના 1971માં નિધન બાદ શંકરે સંગીત તો આપ્યું હતું પણ તેમનો જાદુ સંગીતમાં ઓસરી ગયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, જયકીશનજીના જન્મસ્થળ વાંસદમાં તેમની પ્રતિમા મુકાઈ છે. જ્યાં તેમની જન્મ અને પુણ્યતિથિએ શ્રદ્ધાજલી આપી યાદ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...