તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ લોકશાહી રાજ્યતંત્રની કરોડરજ્જુ છે. સ્વરાજ્યનો સંદેશો પ્રજાના તમામ સ્તર સુધી પહોંચાડવો હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અનિવાર્ય છે. નવસારી નગરપાલિકાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો સંવત 1919 (ઇ.સ. 1863)માં વડોદરા રાજ્યના અમલ દરમિયાન નવસારી નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. આ નગરપાલિકાને તે સમયના સૂબા(કલેક્ટર)ના નિયંત્રણ હેઠળ મુકવામાં આવી હતી.
સને 1906માં નવસારી નગરપાલિકાને સ્વાયત્ત સંસ્થા બનાવાઇ હતી. જેનો વહીવટ ચૂંટાયેલા અને નિમાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતો હતો. પ્રાંતના સૂબા(કલેક્ટર) આ નગરપાલિકાના પ્રમુખ તરીકે કાર્ય કરતા હતા. ઇ.સ. 1924માં નવસારી નગરપાલિકાને પોતાના પ્રમુખ ચૂંટવાનો પ્રથમવાર હક્ક મળ્યો હતો. નગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પર કોઇ કર લાદવામાં આવ્યો ન હતો, પરંતુ વડોદરા રાજ્ય તમામ ખર્ચ ભોગવતું હતુ. 1937 સુધીમાં નવસારીમાં 16 કી.મી. પાકી સડકો બનાવાઇ હતી. રાત્રે દિવાબત્તી માટે 300 ફાનસ રસ્તા પર જુદી-જુદી જગ્યાએ મુકાયા હતા. શહેરની સફાઇ કરવા 50 જેટલા સફાઇ કામદારો નિમવામાં આવ્યા હતા.
આ નગરપાલિકાના આવકના સાધનોમાં ભૂતપૂર્વ વડોદરા રાજ્યની ગ્રાન્ટ, બંદરી જકાત, રખડતા ઢોરો પર લદાતો દંડ, શાક, મચ્છી અને માંસ, માર્કેટનું ભાડું અને નગરપાલિકાની જમીનનું ભાડું સહિતનો સમાવેશ થતો હતો.વડોદરા રાજ્ય તા. 01/05/1949થી મુંબઇ રાજ્યમાં વિલિન થતા નવસારી નગરપાલિકાના વિસ્તારને મુંબઇ મ્યુનિસિપલ બરોઝ, એક્ટ 1925 લાગુ પાડવામાં આવ્યો હતો. સને 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવતા તેણે પોતાના પ્રદેશની નગરપાલિકાઓ માટે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, 1963 ઘડ્યો, જે તા.01/01/1965થી સમગ્ર રાજ્યમાં અમલમાં મુકાયો હતો. આજદિન સુધી આ કાયદા મુજબ નગરપાલિકાનો વહીવટ ચાલે છે.
28માંથી 6 સભ્ય રાજ્ય તરફથી નિમાતા, 22ને પ્રજા ચૂંટતી, દર 3 વર્ષે ચૂંટણી થતી
પાલિકાના વહીવટ માટે સુધરાઇ કામદાર, નાયબ પોલીસ સૂબા, કાર્યપાલક ઇજનેર, સિવિલ સર્જન, તાલુકા વહીવટદાર અને સરકારી શાળાના વડા શિક્ષક સહિત 6 સભ્ય રાજ્ય તરફથી નિમવામાં આવતા હતા. બાકીના 22 સભ્ય પ્રજામાંથી ચૂંટવામાં આવતા હતા. દર ત્રણ વર્ષે નવી ચૂંટણી યોજાતી હતી.
1985માં નવસારી પાલિકાના 11 વોર્ડમાં 40 બેઠક હતી
1981ની વસતિ ગણતરી પ્રમાણે નવસારી નગરપાલિકા વિસ્તારની વસતિ 1,06,664 હતી. નગરપાલિકાનો વિસ્તાર 8.05 ચો. કિ.મી. હતો. 1984-85માં નગરપાલિકાના 11 વોર્ડમાં 40 બેઠક હતી. જેમાં 2 બેઠક અનુ.જાતિ, 7 બેઠક અનુ. જનજાતિ અને 4 બેઠક સ્ત્રીઓ માટે અનામત હતી. પાલિકાનો વહીવટ ચીફ ઓફિસર ચલાવતા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.