તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:એરૂ પાસે પોલીસને જોઈ ભાગેલા બાઈકચાલકને પીછો કરી પકડ્યો

નવસારી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બુલેટ પાછળ પોલીસને 1 કિમી દોડાવી

જલાલપોર પોલીસ અપોકો મહેન્દ્ર નેભાભાઈ, દિગ્વિજયસિંહ જગતસિંહ અને સ્ટાફ એરૂમાં ટ્રાફિક ભંગના નિયમોના ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરનારા સામે ઉભા હતા ત્યારે સાંજે 7.25 વાગ્યાનાં અરસામાં બુલેટ (નં. GJ-21-BQ- 0814) પર વિકી સોમા રાઠોડ (રહે. એરૂગામ, ખાડિયા ખરાબા ફળિયા, તા.જલાલપોર) પૂરઝડપે હંકારી લાવતો હતો ત્યારે પોલીસે તેને ઉભા રહેવા ઈશારો કર્યો હતો પણ તે ઉભો રહ્યો ન હતો, જેથી અપોકો મહેન્દ્ર નેભાભાઇએ ખાનગી વાહન મારફતે આ બુલેટનો પીછો કર્યો અને તેને 1 કિમી પછી ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેની પાસે વાહનનાં કાગળો માંગ્યા હતા પણ આ બુલેટ તેમની માલિકીની ન હોય માલિક રાજુ રાઠોડ (રહે. એરુ ગામ, તા. જલાલપોર)ને બોલાવીને બુલેટનો કબજો સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લાલ આંખ કરી ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા યુવાન ઉપર આઈપીસીની કલમ 279 અને મોટર વ્હિકલ એક્ટની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી જલાલપોર પોલીસના અહેકો પ્રવિણ રત્નાભાઈ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો