તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધો.12 જીવ વિજ્ઞાન પ્રેક્ટિકલની પરીક્ષાના પરિરૂપમાં ભૂલ સુધાર

નવસારી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 8 નમૂના અને 3 ગુણના બદલે 6 નમૂના અને 4 ગુણનાે સુધારાે
 • બાયોલોજીના પ્રશ્નપત્રના પરિરૂપમાં ટાઇપોગ્રાફીની ભૂલ સુધારાઇ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સમાં વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોના પ્રાયોગિક પરીક્ષાના પરિરૂપ જાહેર કરીને નવસારી સહિત તમામ જિલ્લામાં શિક્ષણાધિકારીઓને મોકલી આપવામાં આવ્યાં છે. તેમાં જીવ વિજ્ઞાનની પરીક્ષામાં ટાઇપોગ્રાફીમાં થયેલી ભૂલ સુધારવામાં આવી છે.

જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપમાં ચોથા પ્રશ્નમાં અગાઉ નીચે મુજબ વિગતો જાહેર કરવામાં આવી હતી. મુકેલ પ્રયોગ/ફોટોગ્રાફ/સ્લાઇડ/ચાર્ટને ઓળખી નામ-નિદર્શિત આકૃતિ દોરી તેનું વર્ણન કરો(24) (8 નૂમના દરેકના 3 ગુણ) એમ લખ્યુ઼ છે તે પ્રશ્નમાં એક સુધારો કરાયો છે. 24 ગુણના આ પ્રશ્નમાં 8 નમૂના અને ત્રણ ગુણ એવું ટાઇપોગ્રાફીની ભૂલથી છપાઇ ગયું છે અને તેની જગ્યાએ 6 નમૂના અને દરેકના ચાર ગુણ એમ વાંચવું. તેવાે સુધારાે જાહેર કરવામાં આવ્યાે છે.

આ પ્રશ્નમાં પ્રયોગ નંબર 4,5,8,14,17,18નો સમાવેશ છે. એટલે 8ને બદલે 6 નમૂના એ ભૂલ સુધારાની જાણ તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને કરવા બોર્ડના સંયુક્ત નિયામક બી.એન.રાજગોરે જણાવ્યું છે. આ અંગે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીએ વિજ્ઞાન પ્રવાહની તમામ શાળાના આચાર્યાેને જાણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો