તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમની ઉજવણી:ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા પર્યાવરણનું જતન જરૂરી : વનમંત્રી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મરોલીમાં વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે રસીકરણ કેમ્પ પણ યોજાયો

જલાલપોર તાલુકાના મરોલીમાં રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વનમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા પર્યાવરણનું જતન જરૂરી છે.

ગ્લોબલ ર્વોમિંગને કારણે આજે ઋતુચક્ર અનિયમિત થયું છે. મહત્તમ વૃક્ષોના વાવેતરથી જ ઋતુઓમાં નિયમિતતા જળવાશે. પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે.

સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં ક્લાઈમેંટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. સામાજીક, ધાર્મિક અને આર્યુવેદિક સાથે વૃક્ષોના મહત્વને જોડીને આપના પૂર્વજોએ પ્રકૃતિ પૂજનનો અનેરો સંદેશો આપ્યો છે, જેને પરિણામે પર્યાવરણનું સંવર્ધન અને જતન થઈ રહ્યું છે એવી લાગણી વ્યક્ત કરતા વનમંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું હતું કે છોડમાં રણછોડની ભાવના ઉજાગર થશે તો ચોક્કસ પર્યાવરણનું જતન થશે. વૃક્ષારોપણની સાથો સાથ મરોલી સેવા સહકારી મંડળી દ્વારા કોરોનાની રસીકરણનો કેમ્પ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...