તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરીની એન્ટ્રી:નવસારી માર્કેટમાં કેસર-આફૂસ કેરીની એન્ટ્રી, 806 મણ આવક

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • APMCમાં આ વર્ષે 10 દિવસ વહેલી કેરીનું આગમન

નવસારીમાં ફળોના રાજા કેરીનું આગમન 10 દિવસ પહેલા આગમન થયું હતું. હાલ નવસારી તાલુકામાં આવેલી આંબાવાડીના કેરીનો પાકનું નવસારી એપીએમસી માર્કેટમાં 1 એપ્રિલે આગમન થયું હતું. જેમાં કેસર કેરીનો રૂ. 1500 થી 2000 અને આફૂસ કેરીનો 1100થી 1400 મણનો ભાવ પડ્યો હતો. જોકે 10 દિવસ બાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. નવસારી એપીએમસી માર્કેટમાંથી મળતી માહિતી મુજબ 11 એપ્રિલે એક મણ કેસરના 800થી 1715, આફૂસનો 1811, દશેરીનો 400 થી 1075, રાજાપુરીનો 600, દેશી કેરીનો 300 થી 400, વનરાજનો રૂ. 500 ભાવ નોંધાયો હતો. રવિવારે એપીએમસીમાં 806 મણ કેરીની આવક થઈ હતી.

કેરીના બે ફાલ સારા હોય ભાવ પણ સારો રહેશે
કેરીનો પ્રથમ જથ્થો નવસારી તાલુકામાંથી આવ્યો છે. આ વર્ષે કેરીનો ત્રણ ફાલ આવ્યો હતો. જેમાં પ્રથમ ફાલ મધ્યાવાળો હતો, બીજો ફાલ સાફ હોવાના અને ત્રીજો ફાલ ધુમ્મસના કારણે નિષ્ફળ ગયો છે, છતાં કેરીનો ભાવ સારો આવશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. હાલમાં કેરીની નિકાસ રાજકોટ, મુંબઈ, મહારાષ્ટ્ર તરફ થઈ રહી છે. > કનૈયાલાલ, વેપારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો