તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિબંધ:નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં ગુડઝ અને પેસેન્જર વાહનોની પ્રવેશબંધી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19મી જૂનથી 16 સપ્ટેમ્બર 2021 સુધી પ્રતિબંધ

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગુડઝ તથા પેસેન્જર વ્હિકલવાળા વાહનો સવારે 8 થી બપોરે 1 તેમજ સાંજે 4 થી રાત્રિના 9 કલાક સુધી કોઇપણ રસ્તાથી નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં પ્રવેશ કરવા પર નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આર્દ્રા અગ્રવાલે મળેલી સત્તાની રૂએ 19મી જૂનથી 16 સપ્ટેમ્બર 2021 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ વાહનોમાં સરકારી-અર્ધ સરકારી કામે રોકાયેલ વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો, પોલીસ વાહનો, સ્કૂલ બસ, એમ્બ્યુલન્સ, એસ.ટી.બસ, ફાયરના વાહનો, વિદ્યાર્થી પ્રવાસ બસ, લગ્ન પ્રસંગની બસ તેમજ ઇમરજન્સી સર્વિસમાં સમાવેશ થતો હોય તેવા વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ રહેશે.

ખાસ કિસ્સાઓમાં ઉકત પ્રતિબંધિત સમય દરમિયાન કોઇ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવા માટે જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં અરજદારોએ નાયબ પોલીસ અધિક્ષક, હેડ કવાર્ટર, નવસારી તથા પોલીસ ઇન્સ્પેકટર ટ્રાફિક શાખા, નવસારીની લેખિત મંજૂરી મેળવી લેવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-131 હેઠળ કસૂરવાર સામે પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...