વાંચન:નવસારી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયમાં ‘વેકેશન વાચનોત્સવ’નો ઉત્સાહભેર પ્રારંભ

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારી સયાજી વૈભવ સાર્વજનિક વાચનોત્સવ’નો પ્રારંભ - Divya Bhaskar
નવસારી સયાજી વૈભવ સાર્વજનિક વાચનોત્સવ’નો પ્રારંભ
  • 123 વર્ષ અગાઉ નવસારી શહેરમાં સયાજી વૈભવ લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું

મહારાજા સયાજીરાવ ગાયકવાડે 123 વર્ષ અગાઉ નવસારી શહેરમાં સયાજી વૈભવ લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. નવસારીની ઐતિહાસિક સયાજી વૈભવ લાયબ્રેરીએ અનેક સોપાન સર કર્યા છે. હવે સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય આ વર્ષે ફરીથી નવા ઉત્સાહથી બાળકોની રજાઓને તાજગીસભર બનાવવા ‘વેકેશન વાંચનોત્સવ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યના અત્યાધુનિક સમયગાળાના એક અગ્રીમ અને બહુપ્રશંસિત કવિ વિનોદ જોશીએ દીપ પ્રગટાવી ખુલ્લો મુકાયો છે.

નવસારી સયાજી વૈભવ લાયબ્રેરી 1.40 લાખથી વધુ પુસ્તકો ધરાવે છે. આ લાયબ્રેરીમાં 6 હજારથી વધુ સભ્યો નોંધાયેલા છે. નવસારી સયાજી વૈભવ લાઈબ્રેરી આયોજિત નવા ઉત્સાહથી બાળકોની રજાઓને તાજગીસભર બનાવવા ‘વેકેશન વાંચનોત્સવ’નો પ્રારંભ ગુજરાતી સાહિત્યના કવિ વિનોદ જોશીનાં હસ્તે કરવામાં આવ્યો હતો. જાણીતા કવિ, લેખક અને વિવેચક વિનોદ જોશીએ છંદોબદ્ધ ગીતો સાથે ‘સર્જકનો શબ્દ’ વિષય પર સમારોહમાં વાલીઓને માહિતગાર કર્યા હતા.

આ પુસ્તકાલય આયોજિત આ નિરંતર કાર્યક્રમ ‘વેકેશન વાંચનોત્સવ બાળકો સારું સાહિત્ય વાંચશે તો પ્રતિભાવાન અને સંવેદનશીલ થશે, અન્યથા માત્ર પાઠ્યપુસ્તકોના અભ્યાસથી અને સતત ડિજીટલ રમતો રમવાથી સંકુચિત થશે. આ વેકેશન વાંચનોત્સવ જેમાં બાળકો વાચવા જેવા પુસ્તકો, ફિલ્મો અને ૨મતો બાળકોના મનને પ્રફુલ્લિત કરવા સાથે એમને સમજદાર નાગરિક પણ બનાવશે. આ વર્ષની નવી પ્રવૃત્તિઓમાં નમન ક્રાંતિવીરોને (આઝાદીના લડવૈયાઓને) અને વીરબાળોને, વાર્તાલેખન અને વાર્તાકથન-વર્કશોપ તેમજ પુસ્તક વિશ્વમાં પખવાડિયું જેવા મૂલ્યવર્ધક પ્રોજેક્ટસ વિદ્યાર્થીઓના જીવનને નવી દિશા પણ આપશે.

અન્ય સમાચારો પણ છે...