તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Encourage Blood Donors To Donate Blood Before Vaccination So That There Is No Shortage Of Blood; One Blood Anavil Group Grabbed The Bid

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પહેલ:રક્તની અછત ન સર્જાય તે માટે રક્તદાતાઓને વેક્સિનેશન પૂર્વે રક્તદાન કરવા હાંકલ; વન બ્લડ અનાવિલ ગ્રુપે બીડુ ઝડપ્યું

નવસારી8 દિવસ પહેલા
 • કૉપી લિંક

હાલમાં 45 વર્ષથી 60 વર્ષના લોકોને વેક્સિનેશનની કામગીરી આરંભી દેવાઇ છે. આ પહેલા કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિનેશન આપવાની શરૂઆત કરાઇ હતી. પ્રથન ડોઝ લીધાના 6 થી 8 અઠવાડિયા બાદ જ રક્તદાન કરી શકાય છે. આ સાથે જ જો સરકાર આગામી દિવસોમાં 45થી નીચેની વયના માટે પણ વેક્સિનેશન શરૂ કરશે ત્યારે મે, જૂન અને જુલાઇમાં રક્તની ભારે અછત સર્જાઇ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પર છે.

નવસારી શહેરમાં દર મહિને આશરે 1,500 યુનિટ બ્લડની ખપત રહે છે અને રક્તદાન માટે મુખ્યત્વે 18 થી 50 વર્ષના લોકો અગ્રેસર હોય છે. ભવિષ્યમાં રક્તની અછતની સ્થિતિનું નિર્માણ થશે એ બાબતને ધ્યાને રાખીને વન બ્લડ અનાવિલ ગ્રુપના યુવાનોએ થનાર રક્તની અછતને પહોંચી વળવા માટે બનતા દરેક પ્રકારના સંભવિત પ્રયાસો કરીને શહેરના લોકોને જાગૃત કરી વેક્સિનેશન પહેલા રક્તદાન કરવાની અપીલ કરી રહ્યાં છે.

વન બ્લડ અનાવિલના સભ્યો શહેરના દરેક સમાજ, સોસાયટી, મંડળો, સંસ્થાઓ, એપાર્ટેમેન્ટ તથા શહેરના આજુબાજુના ગામના લોકોને સમજાવીને મે, જૂન અને જુલાઇમાં પોતાના વિસ્તારમાં રક્તદાન શિબિર યોજવા પ્રેરીત કરવા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ ઉપરાંત જે લોકો વેક્સિન લેવાના છે તેમની પાસે પહેલા રક્તદાન કર્યા બાદ ત્યારબાદ વેક્સિન લેવાની પણ લોકોને સમજ આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો