વેસ્ટનો બેસ્ટ ઉપયોગ:આદિવાસી વિસ્તાર લાછકડીમાં આંબા કલમ થકી રોજગારીની તક ઊભી કરવામાં આવી, કેરીમાંથી નીકળતી વેસ્ટ ગોટલીનું મૂલ્યવર્ધન

નવસારી23 દિવસ પહેલા
  • અન્ય રાજ્યના નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પણ લાછકડી આવી આંબાની કલમો લઈ જાય છે

નવસારીનો આદિવાસી પટ્ટાનો વાંસદા તાલુકો પહાડી વિસ્તાર છે. અહીં ખેતી પણ મુશ્કેલીથી થાય છે, જેથી વાંસદાના આદિવાસીઓ રોજગારી માટે આસપાસના તાલુકા તેમજ જિલ્લાઓમાં હિજરત કરતા હોય છે. ત્યારે વાંસદાના લાછકડી ગામના ખેડૂત રાજેશ ગાંવિતે દસ વર્ષ અગાઉ બાયફ સંસ્થામાંથી આંબાની નવીન કલમ બનાવવાની તાલીમ મેળવ્યા બાદ આંબા કલમ બનાવવાનો પ્રારંભ કર્યો હતો. રાજેશ ગાંવિતના આત્મવિશ્વાસે આંબા કલમ બનાવવામાં નવી તક જોઈ અને 500 આંબાની નવીન કલમ બનાવવાનો વ્યવસાય આજે 30 હજારથી વધુ કલમ બનાવવા પર પહોંચ્યો છે.

આજે ગામના 20 થી વધુ લોકોને રાજેશ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કલમ બનાવવામાં સારી રોજગારી આપે છે. ત્યારબાદ પણ પોતાની 5 એકરની જગ્યામાં ઉગાડેલા 800 આંબાના ઝાડ પર આવતી કેરીને બેડવાની સાથે કલમ બનાવવા માતૃ વૃક્ષમાંથી ડાળી પણ કાઢીને રોજગારી આપી રહ્યા છે. આજે રાજેશની આંબા કલમ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ લાછકડી આવી લઈ જાય છે. સાથે જ પહાડી અને સૂકી જમીનમાં ઉગેલા આંબાની કેસર, દશેરી, રાજપુરી, તોટાપુરી જેવી કેરીઓના પણ સારા ભાવ મેળવી વર્ષે દહાડે 20 લાખથી વધુ આવક મેળવી રહ્યા છે. રાજેશ ગાંવિતથી પ્રેરિત થઈ લાછકડીના અન્ય ખેડૂતો પણ આંબાની નવીન કલમ બનાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...