• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Employees Under Contract Of Navsari JETCO Rallied Against Costly Demands, Handed Over Application Form To Navsari Circle Officer

સમાન કામ, સમાન વેતન:નવસારીના જેટકોના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મીઓએ પડતર માંગણીઓને લઇને રેલી કાઢી, નવસારી સર્કલના અધિકારીને આવેદનપત્ર આપ્યું

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટ હેઠળના કર્મીઓનો પગાર 8-10 હજાર રૂપિયા, કાયમી કર્મીઓનો અંદાજે 40 હજાર

નવસારીની ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન જેટકોમાં કાર્યરત કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓએ સમાન કામ, સમાન વેતન સહિતની પડતર માંગણીઓ સાથે આજે રેલી કાઢી હતી. તેમજ જિલ્લા અધિક કલેક્ટર તેમજ જેટકોના નવસારી સર્કલના અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન દ્વારા નવસારી સર્કલ હેઠળ આવતા 66 કેવી સબ સ્ટેશનોમાં અંદાજે 1 હજારથી વધુ કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ રાખ્યા છે. જેમનો મહિનાનો પગાર 8થી દસ હજાર રૂપિયા છે, જ્યારે કોન્ટ્રાક્ટના કર્મચારી જેવું જ કામ કરતા જેટકોના કાયમી કર્મચારીઓનો પગાર અંદાજે 40 હજાર રૂપિયા છે. જેથી સમાન કામ, સમાન વેતનની મુખ્ય માંગ સાથે કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓની થતી હેરાનગતિ, શોષણ જેવા વિવિધ પ્રશ્નોને લઈ આજે કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ વિરોધનો સૂર છેડી રેલી કાઢી હતી.

નવસારી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી, સમાન વેતન તેમજ અન્ય માંગો વહેલી પૂરી થાય એવી માંગણી કરવામાં આવી હતી. સાથે જ જો યોગ્ય નિર્ણય ન કરવામાં આવે તો ગાંધીમાર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેટકોના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મીઓએ કલેક્ટર કચેરીથી નવસારીના ગ્રીડ નજીક આવેલી જેટકોની સર્કલ ઓફિસ સુધી રેલી યોજી હતી અને સર્કલ ઓફિસના મુખ્ય અધિકારીને પણ આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...