એનર્જીમાં મોટું નામ ધરાવતી વારી સોલાર કંપની કર્મચારીઓનું શોષણ કરતી હોવાના આક્ષેપો સાથે આજે 3000થી વધુ કર્મચારીઓએ હડતાલ પાડી કંપની સામે આક્રોશ લાવ્યો હતો. જેમાં ચીખલીના દસથી વધુ ગામોના સરપંચો અને આગેવાનો પણ જોડાયા હતા અને કર્મચારીઓ અને કંપની વચ્ચે સમસ્યાનો સમાધાન થાય તેવા પ્રયાસો કર્યા હતા જેમાં કર્મચારીઓ વચ્ચે કામના કલાકોને લઈ ઊભી થયેલી ગેરસમજ કંપનીએ દૂર કરી તેમની સમસ્યાનો ત્રણ મહિનામાં સમાધાન કરવાની ખાતરી આપતા હડતાલ સમેટાઈ છે.
રીન્યુએબલ એનર્જીમાં દેશમાં પ્રથમ હરોળની વારી સોલાર એનર્જી કંપની નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુથવાડ ગામે કાર્યરત છે સોલાર પેનલ બનાવતી આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને આઠ કલાકને બદલે 12 કલાક કામ કરાવાતું હોવા સાથે પગાર પણ ઓછો અપાતો હોવાના આક્ષેપો હતા સાથે જ સતત 12 કલાક કામ કરવાનું હોવાથી શારીરિક અને માનસિક તકલીફ પણ અનુભવાતી હોવાની ફરિયાદો સાથે કર્મચારીઓએ આજે સવારે કંપનીના ગેટ ઉપર ઉભા રહી હડતાલનું શસ્ત્ર ઉગામ હતું 3000 થી વધુ કર્મચારીઓ કંપની બહાર અને હાઇવે પર ભેગા થતા ચીખલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
કર્મચારીઓ આસપાસના ગામોના જ હોવાથી ગામના સરપંચો અને આગેવાનો પણ વારી સોલાર કંપની પર પહોંચ્યા હતા જ્યાં કર્મચારીઓની સમસ્યા જાણ્યા બાદ કંપની મેનેજમેન્ટ સાથે કર્મચારીઓના પ્રતિનિધિ અને આગેવાનોએ બેઠક કરી હતી જેમાં કંપનીમાં 8 કલાકની જ શિફ્ટ હોવાનું મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું સાથે જ વધારાના ચાર કલાક બાબતે કંપનીમાં કામ કરતાં સ્કીન કર્મચારીઓને તેમની સંમતિથી કામ લેવાતું હોવાની કરવામાં આવી હતી જેની સાથે જ કર્મચારીઓને અપાતા પગાર મુદ્દે પણ મેનેજમેન્ટ એ સ્પષ્ટતા કરી આગેવાનો અને કર્મચારીઓના પ્રતિનિધિઓની બાહેધરી મેળવી હડતાલ પરના કર્મચારીઓને સમજાવ્યા હતા જેથી કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચેની વાટાઘાટો બાદ સમસ્યા અને ફરિયાદોનો સુખદ અંત આવતા તમામ કર્મચારીઓ કંપનીમાં કામે ચડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.