તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:કોરોના કાળમાં અનેક મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપનાર વિરાવળ સ્મશાનભૂમિ ના કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 કર્મચારીઓને પ્રોત્સાહક રાશિ અપવામાં આવી
  • વિરાવળ સ્મશાન ટ્રસ્ટને સર્ટિફિકેટ એનાયત થયું

કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન અનેક કોરોના ગ્રસ્ત વ્યક્તિઓ મૃત્યુ પામ્યા બાદ તેમના મૃતદેહને વિરાવળ ખાતે આવેલા સ્મશાનગૃહમાં લાવવામાં આવતા હતા. જે દરમિયાન સ્મશાનભૂમિમાં રાત-દિવસ એક કરીને ખડે પગે મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપીને તેમને પંચતત્વમાં વિલીન કરનાર 10 કર્મચારીઓનું આજે મોઢ ઘાંચી યુવક મંડળ દ્વારા સન્માન પત્ર આપવા સાથે પ્રોત્સાહક રાશિ પણ આપવામાં આવી હતી.

કોરોના કાળમાં નવસારી શહેરમાંથી અનેક લોકોના મૃત્યુ થયા હતા ત્યારે કોરોનાગ્રસ્ત મૃતદેહોને સાવચેતીપૂર્વક અને કોરોના પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરીને સ્મશાન ભૂમિના કર્મચારીઓએ ડર્યા વગર અને ફ્રન્ટલાઈન વર્કરની ફરજ નિભાવી હતી. વિવિધ સામાજિક સંગઠનોએ સ્મશાન ભૂમિના તમામ કર્મચારીઓને સન્માનિત કર્યા છે. જે પૈકી આજે મોઢ ઘાંચી યુવક મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોડ ઘાંચી યુવક મંડળના માનદ મંત્રી ભુપેન્દ્ર ગાંધીના જણાવ્યા મુજબ જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને તેમના પરિવારજનો પણ અડવાથી બચતા હતા. તેવા કપરા સમયે વેરાવળ સ્મશાનભૂમિના કર્મચારીઓએ પોતાની ફરજ નિભાવીને અંતિમ સંસ્કારની પ્રક્રિયા અવિરતપણે જ ચાલુ રાખી હતી ત્યારે તેમને સન્માનવાનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...