ભરઉનાળે પાણીથી ધૂળેટી રમ્યા:સાગરા PHCના કર્મચારીઓ ચાલુ નોકરીએ ફરજ ભૂલ્યા, પાણીથી મોજમસ્તીમાં તરબતોર

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીએસસી સેન્ટરમાં આરોગ્ય કર્મચારીઓ પાણીથી ધૂળેટી રમતા ફોટો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. ઉનાળામાં પાણીનો બગાડ કરવો કેટલો યોગ્ય? ચર્ચાતો મુદ્દો. - Divya Bhaskar
પીએસસી સેન્ટરમાં આરોગ્ય કર્મચારીઓ પાણીથી ધૂળેટી રમતા ફોટો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. ઉનાળામાં પાણીનો બગાડ કરવો કેટલો યોગ્ય? ચર્ચાતો મુદ્દો.
  • જિલ્લામાં એક તરફ પાણીનો પોકાર ત્યાં બીજે બગાડ
  • કર્મચારીઓના ફોટા વહેતા થતા ચકચાર મચી, આરોગ્ય અધિકારી આ બાબતથી અજાણ!

જલાલપોર તાલુકામાં આવેલી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 6 જેટલા મહિલા અને પુરૂષ આરોગ્યકર્મીઓ ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે એકબીજા ઉપર પાણી નાંખી ધુળેટી રમતા હોવાનો ફોટા સોશિયલ મીડિયામાં ફરતા આરોગ્ય વિભાગમાં ચકચાર મચી ગઈ હતી. આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ દરમિયાન આવી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે દર્દીઓની શું હાલત થતી હશે તે વિચાર માંગી લે તેવી બાબત છે. આરોગ્ય અધિકારીને આ બાબતે પૂછતાં તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું.

એક તરફ આરોગ્ય વિભાગના કર્મીઓ કામગીરીનો બોજની વાતો કરી સરકાર પાસે પગારભથ્થા ઓછા હોવાની વાતો કરી સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરે છે. જ્યારે જલાલપોર વિસ્તારમાં આવેલી સાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 6 જેટલા મહિલા અને પુરુષ કર્મચારીઓએ ચાલુ ફરજ દરમિયાન કેમ્પસમાં ઉનાળામાં પાણીથી ધૂળેટી રમ્યાં હતા. તેઓ એકબીજા પર પાણી નાંખી હસીમજાક કરી રહ્યા હતા. એક તરફ પીએચસીમાં સારવાર લેતા દર્દીઓને આરામની જરૂર હોય ત્યારે આ આરોગ્યકર્મીઓ એકબીજા પર પાણી ઉડાડી મસ્તીની પળો માણી રહ્યા હતા.

આ મસ્તીની પળો કોઈએ પોતાના કેમેરામાં કેદ કરતાં તેના ફોટા સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. ચાલુ ફરજે બપોરના સમયે મહિલા પુરુષ આરોગ્યકર્મીઓ એકબીજા ઉપર પાણી ઉડાડી ધૂળેટી રમતા હોય એવા ફોટા વહેતા થતા જે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

કર્મીઓમાં ફફડાટ ફેલાયો
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગમાં ચર્ચા મચાવનાર સાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓના ચાલુ ફરજ દરમિયાન ધૂળેટીની ધીંગામસ્તીના ફોટા વહેતા થતા જિલ્લાના અન્ય આરોગ્ય કર્મીઓમાં પણ હવે આરોગ્ય વિભાગ શું પગલાં લેશે તેના પર નજર ઠરી છે. આ ઘટનાથી અન્ય કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.

ઘટના અંગે કર્મીઓ પાસે ખુલાસો મંગાશે
અમને ફોટા બાબતે કંઈ જાણ નથી. ફોટા બાબતે તપાસ કરાવીને જે પણ દોષિત હશે અને દર્દીઓને કોઈ તકલીફ થઈ હશે તેવા કિસ્સામાં જેતે આરોગ્યકર્મીઓ પાસે ખુલાસો માંગવામાં આવશે. > ડો.ભાવસાર, DHO, નવસારી.

અન્ય સમાચારો પણ છે...