અલ્ટીમેટમ:નવસારી બસ ડેપોના કર્મચારીઓએ ઘંટનાદ કરી માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ઉકેલ ના આવે તો માસ સીએલ પર ઉતરશે

હાલમાં દિવાળીને આડે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે, તેવામાં લોકો દિવાળીના દિવસો દરમિયાન મોટાભાગે પ્રવાસ કરતા હોય છે અને યાત્રાધામ ઉપર જઈને ઉજવણી કરતા હોય છે તેવામાં ટ્રાન્સપોર્ટેશન તરીકે રેલવે અને એસ.ટી.બસનો મોટા ભાગે ઉપયોગ કરતા હોય છે તેમા બસ દ્વારા પ્રવાસ કરવાનની ઈચ્છા રાખનારા પ્રવાસીઓનું પ્લાનિંગ બગડી શકે છે કારણે કે એસ.ટી.કર્મચારીઓ કોઈપણ સમયે રાજ્યમાં માસ.સી.એલ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી શકે છે.

સમગ્ર ગુજરાતમાં એસટી ડેપોના કર્મચારીઓના પડતર માંગણીઓને લઇને તેઓ ઘણા સમયથી વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે જેના ભાગરૂપે આજે એસટી કર્મચારીઓ રાજ્ય સરકારને માંગણી ઉકેલવા માટે છેલ્લું અલ્ટીમેટમ આપ્યું છે અને જો 05:00 સુધી માંગણી ન ઉકેલાય તો તેઓ માસ સીએલ પર જશે તેવી વાત વિરોધ પ્રદર્શનમાં તેમણે જણાવી છે.સમગ્ર ગુજરાતમાં કાર્યરત એસટી બસના કર્મચારીઓની વર્ષો જૂની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા નવસારી ડેપોના 30 જેટલા કર્મચારીઓએ ભેગા થઈને સુત્રોચ્ચાર કરવા સાથે બીજી વખત ઘંટનાદના કાર્યક્રમનું આયોજન કરી રાજ્ય સરકારને પોતાની માંગ સંતોષવા છેલ્લું અલ્ટીમેટમ આપ્યું છે.

જો કે કર્મચારીઓએ એ વાત પણ સ્વીકારી છે કે પ્રવાસીઓના હિતમાં અમે અત્યારસુધી કોઈ આંદોલન કર્યું નથી પણ હવે હદ વટી જતા માસ સી.એલ પર ઉતરવાનું તેમણે મન બનાવ્યું છે.તેવું લાગી રહ્યું છે.

ગુજરાત રાજ્યમાં કાર્યરત ગુજરાત સ્ટેટ રોડ ટ્રાંસ્પોર્ટ કંપનીમાં કાર્યરત કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો જેવા કે, 2008થી ગણવેશ આપવામાં આવ્યો નથી. કર્મચારીઓ સ્વખર્ચે ગણવેશ બનાવીને ફરજ નિભાવી રહ્યા છે. સાથે જ 7માં પગરપંચનું એરિયર્સ અને ત્રીજો હપ્તો આવ્યો નથી. જુલાઈ 2019થી 5 ટકા મોંઘવારી ભથ્થું મળ્યું નથી. એક વર્ષથી રજા પગાર મળ્યો નથી. ફિક્સ પગારદારોને માસિક વેતન 19 હજાર 500 મળવા પાત્ર છે પણ મળે છે 16 હજાર 500. આવા અનેક પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓએ કાળીપટ્ટી બાંધી ફરજ નિભાવ્યા બાદ આજે નવસારી ડેપોના 30 કર્મચારીઓએ ભેગા થઈને ડેપો પરિસરના દ્વાર પર સુત્રોચ્ચાંર કરવા સાથે ઘંટનાદ કરી અનોખું વિરોધ પ્રદર્શન યોજયું હતું.

નવી સરકારે થોડા સમય પહેલા જ કાર્યભાર સાંભળ્યો છે એટલે આ મામલે GSRTCના કર્મચારીઓની પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું શક્ય ન હોવાથી કર્મચારીઓ પાસે થોડા સમયની માંગ કરી હતી અને 20 ઓક્ટોબર સુધી પ્રશ્નોના ઉકેલ લાવવા બાંયધરી આપી છે ત્યારે આજે સમયમર્યાદા પૂર્ણ થવા આવી રહી છે ત્યારે જો કર્મચારીઓ સામી દિવાળીએ એટલે કે આજે માસ સી.એલ પર જઈ શકે છે. રાજ્ય સ્તરના કર્મચારીઓ એક સંકલન સમિતિ બનાવી છે. જે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વાટાઘાટો કરતિ હતી. કર્મચારીઓને આશા હતી કે ઉકેલ આવશે પણ સરકારે પ્રશ્નોના ઉકેલ ને લઈને મચક ન આપતા એસ.ટી. કચેરીઓ લડી લેવાના મિજાજમાં દેખાય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...