તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:કૃષિ યુનિ.માં પશુપાલન વ્યવસાયને વધુ વેગીલો બનાવવા ભાર મૂકાયો

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા (પાણી પુરવઠા, ગ્રામ-ગૃહનિર્માણ અને પશુપાલન)એ નવસારીમાં આવેલી વેટરનરી કોલેજ, પશુ સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ નવનિર્મિત મત્સ્યવિજ્ઞાન વિદ્યાલયની મુલાકાત લીધી હતી. તે દરમિયાન વેટરનરી કોલેજના ક્લિનિકલ કોમ્પ્લેક્ષમાં બિમાર પશુઓ પર થતી વિવિધ શસ્ત્રક્રિયાઓ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ ઉપકરણો જેવા કે, અલ્ટ્રાસોનોગ્રાફી, ડાર્ટગન, બ્લડ એનાલાઈઝર, ઈ.સી.જી અંગે પ્રાધ્યાપકો દ્વારા માહિતી આપવામાં આવી હતી. કોલેજમાં કાર્યરત વિવિધ યોજના અને સંશોધન અંગેની માહિતી આપવામાં આવી હતી. મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયની મુલાકાત સમયે મત્સ્ય/ઝિંગાની પ્રજાતિઓ તથા મત્સ્યપેદાશોની આધુનિક તકનિકોની માહિતી આપવામા આવી હતી.

આ મુલાકાત સમયે તેઓની સાથે ધારાસભ્ય આર.સી. પટેલ, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિ ડો. એન.એચ.કેલાવાલા, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલ, સંશોધન નિયામક ડો. એસ.આર. ચૌધરી તથા વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી.કે.ટીમ્બડીયા તથા વેટરનરી કોલેજના આચાર્ય ડો. વી.બી. ખરાદી અને યુનિવર્સિટીના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી સાથે યુનિવર્સિટીમાં ચાલતા શિક્ષણ, સંશોધન તથા વિસ્તરણની કામગીરી અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી. વલસાડની વસુધારા ડેરી સહકારી સંધના મેનેજીંગ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ વશી તથા ચેરમેન ગમનભાઈ પટેલ દ્વારા સંઘની કામગીરી તથા પશુપાલન વ્યવસાયને વધુ વેગીલો બનાવવા ચર્ચા કરી હતી.

આ ઉપરાંત, નવસારી જિલ્લા પંચાયત નીચે કાર્યરત પશુ દવાખાનુ, વેટરનરી પોલીક્લિનિક અને ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંગેની કામગીરીની માહિતી ડો. ડી. બી. ઠાકોર, જિલ્લા પશુપાલન અધિકારી નવસારી દ્વારા આપવામાં આવી હતી. આ મુલાકાત બાદ મંત્રીએ પશુપાલન વ્યવસાયની પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...