બેઠક:જિલ્લામાં આગોતરૂ આયોજન કરી પીવાના પાણીની સમસ્યા દૂર કરો

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુદ્દો ચર્ચામાં રહ્યો

કલ્પસર, મત્સ્યોદ્યોગ, નર્મદા અને જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ તેમજ નવસારી જિલ્‍લા પ્રભારી મંત્રી જીતુભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા યોજના, સુજલામ સુફલામ યોજના અને નલ સે જલ યોજના અંતર્ગત નવસારી કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ અવસરે રાજયના આદિજાતિ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં અને કાંઠા વિસ્તારમાં જયાં પીવાના પાણીની તકલીફ પડે છે ત્યાં આગોતરૂ આયોજન કરી પીવાના પાણીની સમસ્યા દૂર કરવા સાથે તળાવ આધારિત ગામોમાં તળાવ ભરવા જણાવ્યું હતું. સુજલામ સુફલામ યોજના અને નલ સે જલ તક યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી મળે રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ નવસારી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવા, ચેકડેમ રિપેરીંગ, નહેરોની સાફસફાઇની કામગીરી સમયમર્યદામાં પૂરી કરવા સબંધિત વિભાગના અધિકારીઓને તાકિદ કરી હતી. ખાસ કરીને મે-જુન માસમાં કાંઠા વિસ્તાર અને ઉંડાણના ગામોમાં પીવાના પાણીની સમસ્યા પડતી હોઇ છે જેથી યોગ્ય આયોજન કરી, લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા જણાવ્યું હતું. મંત્રીએ ગ્રામજનો અને પદાધિકારીઓને સાથે રાખીને કામગીરી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, તાલુકા પંચાયત પ્રમુખો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...