વરણી:નવસારી-વિજલપોર પાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ સમિતિના પ્રમુખ તરીકે અજય દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સંકેત શાહની નિમણુંક

નવસારી-વિજલપોર નગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી આજે કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ તરીકે અજય દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સંકેત શાહની વરણી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી ચાલી આવેલી અટકળોનો અંત આવ્યો હતો.

પાલિકાના પૂર્વ નગરસેવક સંકેત શાહનું નામ છેલ્લા સમય સુધી પ્રમુખ તરીકે ચર્ચાયું હતું. જોકે, વિવાદ અને વિરોધના સુર ઉઠતા નિમણુક અટવાઈ હતી.પાલિકાનું શિક્ષણ સમિતિનું 50 કરોડનું બજેટ પણ સમિતિના સભ્યો વગર પસાર થયું હતું. પાર્ટીમાં અંદરોદર ડખાને કારણે આ નિમણૂક અટવાઈ હતી. જોકે, ઘીના ઠામમાં ઘી ઠલવાતા આખરે નિર્ણય લેવાયો હતો. શિક્ષણ સમિતિ દ્વારા આગામી સમયમાં 6 થી 7 કરોડની શાળાનું નિર્માણ કરશે અને હાલમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં આવી છે. ગત વર્ષમાં વિદ્યાર્થીઓને કંપાસ સહિત જરૂરી સામગ્રી આપવામાં વિલંબ થયો હતો ત્યારે શિક્ષણ સમિતિ સ્થિર રીતે કાર્યરત રહે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...