APMCની ચૂંટણી:નવસારી APMCની ચૂંટણી, 6 બેઠક માટે 20 ફોર્મ ભરાયા

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહકારી મંડળીની બે બેઠક બિનહરીફ

નવસારી એપીએમસીની આગામી 5 વર્ષની મુદત માટે યોજાનાર ચૂંટણી માટે ડિરેકટરોની કુલ 16 બેઠક માટે 20 જણાંએ ઉમેદવારી કરી છે. સોમવારે ઉમેદવારીપત્રક ભરવાનો દિવસ હતો તથા ખેડૂત મતદાર મંડળની 10 બેઠક માટે 13 ફોર્મ ભરાયા હતા. જેમાં ભરત આહીર, વિક્રમભાઈ મહેતા, જગદીશભાઈ પટેલ, વિજયસિંહ કપ્લેટીયા, પ્રકાશ પટેલ, મહેન્દ્રસિંહ કપ્લેટીયા, રાજેન્દ્રસિંહ ઠાકોર, આશિષ નાયક (હાલના ચેરમેન), વિમલ પટેલ, પિયુષ પટેલ, દિપેશ પટેલ, સુરેશચંદ્ર અગ્રવાલ, જીજ્ઞેશ નાયકનો સમાવેશ થાય છે. વેપારી મતદાન મંડળની 4 બેઠક માટે 5 ફોર્મ ભરાયા હતા.

જેાં રમેશ હિરાણી, રાજેશ હિરાણી, પ્રકાશ છગનભાઈ પટેલ, વિકાસ લોટાણી અને વિજય શાહનો સમાવેશ થાય છે. સહકારી ખરીદ વેચાણ મંડળીઓના મતદાર મંડળની બે બેઠક ઉપર બેજ ફોર્મ ભરાયા છે. જેમાં ધામણના અમિત પટેલ અને એથાણના દેવાંશુભાઈ દેસાઈ છે. બેજ ફોર્મ ભરાયા હોય તેઓ બિનહરીફ ચૂંટાશે. આખરી સ્થિતિ 8મી ઓકટોબરે સ્પષ્ટ થશે. અહીં ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પાલિકા, વિસ્તરણ અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારની પણ હોદ્દાની રૂએ નિમણૂક થશે.

અન્ય સમાચારો પણ છે...