ચૂંટણીપંચ એક્શનમાં:આચારસંહિતા લાગુ થતા ઇલેક્શન કમિશન હરકતમાં આવ્યું, નવસારીમાં દિવાળીની શુભેચ્છા આપતા બેનર દૂર કરાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે અને ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે ત્યારે ઇલેક્શન કમિશનને તાત્કાલિક શહેરની દીવાલો પર રાજકીય પક્ષોના પ્રચાર અને બેનર પોસ્ટર હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.

પહેલા તબક્કાનું 1લી અને બીજા તબક્કાનું 5મી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે ચૂંટણી પંચ સજજ બન્યું છે.જેના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત નવસારી જિલ્લામાં પણ રાજકીય પ્રચાર દૂર કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે લુન્સીકુઈ, જુનાથાણા,વિજલપોર,નગરપાલિકા પટાંગણ સહિતના વિસ્તારોમાં લાગેલા રાજકીય પ્ બેનરને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...