તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
28મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કૉંગ્રેસ પુરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે આજે વાંસદા તાલુકાના હનુમાનબારી ગામમાં વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ જાહેરસભા સંબોધી હતી.આ સભામાં નવસારી પ્રભારી અને વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંતભાઈ પટેલ,જિલ્લા ઉમેદવાર રાજીતભાઈ પાનવાલા,તાલુકા ઉમેદવાર યોગેશભાઈ દેસાઈ,તથા તમામ જિલ્લા પંચાયત ઉમેદવારો અને તાલુકા પંચાયત ના ઉમેદવારો અને કૉંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ભાજપ પર આંકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, ભાજપની આ સરકાર ભ્રષ્ટાચારી છે.મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાને લઈ પ્રહારો કર્યા હતાં. કૉંગ્રેસના વકતાઓએ આગળ સંબોધન માં ઉમેર્યું કે, 28 તારીખે નસીબના દ્વાર ખુલવાના છે. કૉંગ્રેસનીની જેટલી બહેનો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક પર ઉભી છે તે ઝાંસીની રાણીઓ છે.નસીબ બદલવાની તારીખ 28 છે.તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયત માં પણ ઝંડો લહેરાશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.