તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયની માંગણી:ઈટાળવા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યાં

નવસારી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ઈંટાળવા ગામના લોકોએ અનોખી રીતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને બહિષ્કારના બેનરો સમગ્ર ગામમાં લગાડવામાં આવ્યા હતા. નવસારી વિસ્તારમાં આવેલ ઇટાળવા ગામની વોટરવર્કર્સની જગ્યામાં એજ ગામની એડવોકેટ મહિલાઓ દ્વારા વોટરવર્કર્સનું તાળું તોડી કબજે કરવાની ઘટના બની હતી.

આ ઘટનાની ગ્રામજનોએ ધારાસભ્ય તેમજ અનેક હોદ્દેદારોને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈપણ મદદ માટે તૈયાર થયું ન હતું. જેથી નિરાશ થયેલા ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામમાં ઠેર ઠેર અમારૂ ગામ, અમારી સમસ્યા, અમે જ સુલઝાવીએ તો પછી વોટ કેવી રીતે આપવો ? અમારા ઇટાળવા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષે દાખલ થવું નહીં એવા બેનરો ગ્રામજનોએ લગાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો