તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જિલ્લામાં બે જુદાજુદા સ્થળેથી આઠમનો જુગાર રમતા ઝડપાયા, જલાલપોરમાં 5 અને ગણદેવીમાંથી 8ને પકડી પાડ્યા

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા જુગારની બદી અટકાવવા માટે પોલીસ મથકોએ સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. જેમાં જલાલપોર પોલીસના પી.આર.કરેણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર, એ.એસ.આઇ. લક્ષ્મણભાઇ ગંભીરભાઇ, પો.કો. વિપુલભાઇ ઉકાભાઇ, પો.કો. વિમ્પુલભાઇ મહાદેવભાઇ, પો.કો. ધરમશીભાઇ જીવરાજભાઇનાઓ જલાલપોર પો.સ્ટે વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન જલાલપોર નગીનજીવનની ચાલમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી હકીકત મળતા રેડ પાડી હતી.

જેમાં મનોજ બાદલ, હનીફ સનદી, દિપક પટેલ, જયેશ પટેલ, જયેશ હળપતિને જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા અને કુલ મુદામાલ 29,180 જપ્ત પણ કર્યો હતો. વધુ તપાસ પી.આર.કરેણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જલાલપોર પોલીસ સ્ટેશન કરી રહ્યા છે. બીજા બનાવમાં ગણદેવી પોલીસના પોસઇ પરાક્રમ સિંહ કચ્છવાહાએ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા.

તે દરમ્યાન આ પો.કો. હિરેનભાઈ હર્ષદભાઇ આચાર્યની બાતમી હકીકતના આધારે મોજે વડસાંગળ, આઝાદ ફળીયા ખાતે ખુલ્લી જગ્યામાં જાહેરમાં આઠ ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોય રેડ કરતા 8ને ઝડપી પાડ્યા હતા. જેમાં કેતન પટેલ, પ્રીતેશ પટેલ, રાકેશ પટેલ, ભાવેશ પટેલ, ચંદન ઉર્ફે વિપુલ પટેલ, ધર્મીન આહીર, વિકાસ પટેલને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી કુલ 35530નો મુદામાલ જપ્ત કર્યો હતો. વધુ તપાસ પરાક્રમસિંહ એચ કછવાહા પોલીસ સબ ઇન્સપેકટર ગણદેવી પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...