ઉજવણી:નવસારી અને ડાંગ જિલ્લામાં ઇદ-એ-મિલાદની ઉજવણી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ સાહેબની જન્મજયંતી ઇદે મિલાદની ઉજવણી નવસારી અને ડાંગ જિલ્લામાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદના દિને અલગ-અલગ મુસ્લિમ વિસ્તારોમાં જુલૂસ પણ કાઢવામાં આવ્યા હતા.

પોલીસ જવાનો અને ગ્રામ્ય રક્ષક દળના જવાનોને અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત તૈનાત કર્યો હતો. ડાંગનાં મુખ્ય મથક આહવા નગરનાં રાણી ફળિયા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદુન્નબીનાં પર્વની ઉમળકાભેર ઉજવણી કરાઈ હતી.

વાંસદા મુસ્લિમ સમાજે એકબીજાને ઇદમુબારક પાઠવ્યા હતા. વાંસદા નગરમાં નીકળે જુલૂસમાં બાળકો-યુવાનો શિસ્તબદ્ધ રીતે પગપાળા નાત-નઝમ-કસીદા પઢતા સાથે નીકળ્યા હતા. નવસારી જિલ્લામાં ઇદે મિલાદ નિમિત્તે રાનકૂવા મુસ્લિમ સમાજને BTTS/BTP દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...