તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Education Is Imparted To Children In Religious Places Or Gardens By Maintaining Social Distance By The Teachers Of Nagar Primary Committee Schools In Navsari.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓ બંધ છે શિક્ષણ નહીં:નવસારીમાં નગર પ્રાથમિક સમિતિના શાળાઓના શિક્ષકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવી બાળકોને ધાર્મિક સ્થળો કે બાગ બગીચાઓમાં અપાય છે શિક્ષણ

નવસારી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોબાઇલ ખરીદી ન શકે તેવા વાલીઓના બાળકોને અપાય છે શિક્ષણ
 • 1200 જેટલા વિદ્યાર્થીઓ શેરી શિક્ષણ મારફતે અભ્યાસ કરે છે

કોરોનાને પગલે દેશભરમાં શિક્ષણ કાર્ય બંધ હતું પણ હવે સરકારે તમામ ક્ષેત્રે શરતી છૂટછાટ આપી છે. ત્યારે નવસારીમાં નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાઓમાં ભણતા વિધાર્થીઓ કે જેમના વાલીઓને મોબાઈલની સગવડ ઉપલબ્ધ કરાવી પોસાય તેમ નથી તેવા જરૂરિયાત મંદ વાલીઓના બાળકોને શિક્ષકો ધાર્મિક સ્થળો ઉપર કે બાગ બગીચાઓમાં શિક્ષણ આપીને નવા અભિયાનની શરૂઆત કરી છે.

શિક્ષણની સાથે સોશિયલ ડિસ્ટન્સની સભાનતા પણ રાખવામાં આવી છે.2500 વિદ્યાર્થીઓ પૈકી 1200 ને શેરી શિક્ષણ અપાઈ રહ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાઓમાં 2500 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી 1200 વિદ્યાર્થીઓને શેરી શિક્ષણ અપાઈ રહ્યું છે. ઓક્ટોબર મહિનાથી ધોરણ છથી આઠના બાળકો માટે શિક્ષણ ચાલુ કરાયું હતું અને જાન્યુઆરી 2020થી એકથી પાંચના બાળકોને પણ શિક્ષણ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.

બાળકોના વિસ્તાર મુજબ આઠથી 10 બાળકોને સામાજિક અંતર જાળવીને બેસાડી શકાય એની જગ્યાએ જોવાની તમામ શાળાના આચાર્યને સુચના અપાઇ હતી. ઓક્ટોબર 2020થી ધોરણ છથી આઠના 1550 જેટલા બાળકોમાંથી 725 જેટલા બાળકોએ શિક્ષણ મફત શિક્ષણ મેળવ્યું હતું18 ફેબ્રુઆરીથી સરકારના આદેશ મુજબ ધોરણ છથી આઠની શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ છે ધોરણ એકથી પાંચના 2500 વિદ્યાર્થીઓ પૈકી 1200 જેટલા વિદ્યાર્થીઓ શેરી શિક્ષણ મારફતે અભ્યાસ કરે છે આ અભિયાન વાલીઓના સપોર્ટ વગર શક્ય ન હતું, જેને લઇને વાલીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા

નવસારી નગર શિક્ષણ સમિતિ સંચાલિત ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ઓનલાઇન વર્ગોનો પર્યાય બની ચૂક્યો છે અને તેનું શિક્ષણ પણ ચાલુ રહે તેવા નવતર અભિગમની શહેરમાં પ્રશંસા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો