તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:શ્રમિકોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે શિક્ષણ સહાય

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉચ્ચ અભ્યાસ માટે ત્રણ માસમાં શૈક્ષણિક સહાય મેળવવા અરજી મંગાવાઇ

રાજયમાં બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના કુટુંબના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને રૂચિ વધે તથા શિક્ષણક્ષેત્રે આગળ વધી ઉચ્ચપદ મેળવી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરે તે હેતુથી નોંધાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને શિક્ષણ સહાય પ્રતિવર્ષ આપવામાં આવે છે.

આગામી સને 2021-22ના શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોના બે બાળકો સુધી આ શૈક્ષણિક સહાય મેળવવા પ્રવેશ મેળવ્યા તારીખ, શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ત્રણ માસ (90 દિવસ)માં નિયત નમૂનામાં ફોર્મમાં/અરજી કરવાની રહેશે. બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં જે શ્રમિકોના બાળકો ધોરણ-1 થી 4 અભ્યાસ કરે છે. 500 રૂપિયા અભ્યાસ સહાય તથા ધોરણ-5 થી 9 માં અભ્યાસ કરતાં બાળકોને 1000, ધોરણ-10 થી 12મા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિકમાં અભ્યાસ કરતાં બાળકોને 2000 તથા 500 હોસ્ટેલ સહાય આપવામાં આવે છે.

આઇ.ટી.આઇ.માં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં જાડાયેલા બાળકોને તેમજ પી.ટી.સી., સેનેટરી ઇન્સ્પેકટર કોર્ષમાં અભ્યાસ કરતા બાળકોને 5000 અભ્યાસ સહાય, ડિપ્લોમાં એન્જિનિયરમાં નર્સિંગ, પી.જી.ડી.સી.એ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 5000 અભ્યાસ સહાય, 2500 હોસ્ટેલ સહાય તેમજ 3000 પુસ્તક સહાય આપવામાં આવે છે. જયારે બીબીએ, બીકોમ, બીએસસી, એલએલબી, બીસીએ, બીએડ જેવા વિદ્યાશાખામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 10 હજાર શિક્ષણ સહાય, રૂ. 5 હજાર હોસ્ટેલ સહાય આપવામાં આવશે.

એમએ, એમકોમ, એમએડ, એમએસસી, એમએસડબલ્યુ, એલએલએમ, એમસીએ, એમબીએમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ. 15000 અભ્યાસ સહાય અને રૂ. 5000 હોસ્ટેલ સહાય આપવામાં આવે છે. ફિઝીયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદ, ફાર્મસી, બી.ફાર્મ અને બી.અસી.સી. નર્સિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ. 15000 અભ્યાસ સહાય, રૂ.5000 હોસ્ટેલ અને રૂ. 5000 પુસ્તક સહાય આપવામાં આવે છે. એમ.બી.બી.એસ., બી.ડી.એસ. એમ.ડી.એમ.એસ., મેડિકલમાં અભ્યાસ કરતાં શ્રમિક કુટુંબના બાળકોને રૂ. 25000 અભ્યાસ સહાય, 5000 હોસ્ટેલ સહાય, 5000 પુસ્તક સહાય આપવામાં આવશે.

જયારે પીએચડી અને એમફીલના અભ્યાસના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યેથી એક વખત ઉચ્ચક રૂ. 25000ની સહાય આપવામાં આવે છે. હોસ્ટેલ સહાય માટે જા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતાં હોય તો તેવા કિસ્સામાં જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાય મળવાપાત્ર રહેશે તથા પુસ્તક સહાય માત્ર અભ્યાસના પ્રથમ વર્ષે જ મળવાપાત્ર છે. આ શિક્ષણ સહાય યોજનાનો નોધાયેલ બાંધકામ શ્રમયોગીઓના બાળકોએ વર્ષ 2021-22માં પ્રવેશ મેળવ્યા તારીખ-સત્ર શરૂ થાય તારીખથી ત્રણ માસ સુધીમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, સી બ્લોક, બીજા માળ, જુનાથાણા નવસારીને અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...