નવસારી જિલ્લામાં સવારે ધો. -10માં બેઝિક ગણિતનું પેપર હતું. જે પરીક્ષાર્થીઓ માટે એકંદરે ખૂબ જ સરળ હોય તેવું જણાયું હતું. બેઝિક ગણિતના વિષયમાં કુલ 16055 માંથી 15670 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 385 છાત્ર જ ગેરહાજર રહ્યા હતા. તો બીજી તરફ ધો-12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા હતી.
જેમાં ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી માધ્યમમાં કુલ 6642 વિદ્યાર્થીઓમાંથી 6584 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 58 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અર્થશાસ્ત્રનું પેપર નબળા વિદ્યાર્થીઓ માટે સહેલું જણાયું ન હતુ઼. મહત્તમ પશ્નો પાઠ્યપુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. જેને લઇને નબળા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી વધી હતી. જોકે, પાસ થવામાં મુશ્કેલી નહીં નડે તેવુ પણ પ્રશ્નપત્ર જોતા જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓએ વિચારીને જવાબો લખ્યા હશે તો ચોક્કસ સફળતા મળશે.
ગણિતનું પેપર એકંદરે સરળ
આજનું ગણિતનું પેપર એકંદરે સરળ હતું. પેપરમાં વિભાગ-A અને વિભાગ-D અત્યંત સરળ હતા. કુલ 35 માર્કસના પ્રશ્નો સંપૂર્ણ પણે ટેક્સ્ટ બુક માંથી લીધેલા હતા.અઘરા ગણી શકાય એવા 9 ગુણના પ્રશ્ન હતા. ઓછી મેહનત કરવા વાળા વિદ્યાર્થીને 30-45 માર્કસ, મધ્યમ વિદ્યાર્થીને 50-65 માર્કસ અને હોશિયાર વિદ્યાર્થી 75-80 માર્કસ લાવી શકે તેવું પેપર હતું. > વિમલભાઇ પટેલ, શિક્ષક
નબળા વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું
આજની પરીક્ષામાં મુખ્યત્વે પાઠયપુસ્તક માંથી જ પૂછવામાં આવ્યું હતું. જોકે કોઈવાર ન પૂછાયેલા પ્રશ્નો પૂછાયેલા હોવાથી નબળા વિદ્યાર્થીઓને પેપર અઘરું લાગ્યું હશે. અન્ય વાતએ પણ હતી કે, બ્લૂપ્રિન્ટ મુજબનું પેપર ન હતું.> ભાવેશભાઈ પટેલ, શિક્ષક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.